અમદાવાદીઓ માણી શકશે તહેવારોની મજા, કાંકરિયા લેક સહેલાણીઓ માટે ખૂલી જશે

કાંકરિયા લેકફ્રન્ટ શહેરીજનો ઉપરાંત રાજ્યભરના સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સત્તાવાળાઓએ દિવાળીના સપરમા દિવસોની નાગરિકોને શુભેચ્છા ભેટ આપવા માગતા હોવાથી આગામી તા.1 નવેમ્બરથી કાંકરિયા લેકફ્રન્ટને સહેલાણીઓ માટે પૂરેપૂરું ખોલી દેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓ માટs ખુલ્લું મુકાયું

બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ કિડ્સ સિટી, મિની ટ્રેન પરનો પ્રતિબંધ પણ હજુ સુધી હટાવાયો નથી. વોટર એક્ટિવિટીઝ તેમજ રાઇડ પણ હજુ સુધી ચાલુ કરાઇ ન હતી. જેના કારણે ગત તા.1 ઓકટોબરથી કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું હોવા છતાં અન્ય પ્રવૃત્તિઓ પર એક અથવા બીજા પ્રકારના પ્રતિબંધથી આબાલવૃદ્ધો કાંકરિયા લેકફ્રન્ટની સહેલ માણવાનું ટાળી રહ્યા છે.

પોટમાં મહાલતાં જોઇ શક્યા

પહેલા તબક્કામાં કાંકરિયા ઝૂ, બાલવાટિકા અને બટરફલાય પાર્કને મુલાકાતીઓ માટે તા.1 ઓકટોબરથી ખુલ્લાં મુકાયાં હતાં. કાંકરિયા ઝૂને ખુલ્લુ મુકાતાં બાળકો સફેદ વાઘણ, પ્રતાપ નામનો વાઘ, અંબર નામનો સિંહ, શ્વેતા તેમજ જાનકી નામની બે સિંહણને ઓપન પોટમાં મહાલતાં જોઇ શકયા છે.

નોકટર્નલ ઝૂ હજુ બંધ

કાંકરિયા ઝૂમાં આઠ દીપડા, 70 શિયાળ, 1 જિરાફ, રૂપા હાથણી, બે હિપોપોટેમસ ઉપરાંત હરણ, વાંદરાં સહિત 1900 જેટલાં પશુ-પક્ષી હોવા છતાં બાળકો માટે નોકટર્નલ ઝૂ હજુ બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *