અમદાવાદ રેલવે સ્ટેશનને અત્યાઆધુનિક બનાવવા શરૂ થઈ તૈયારીઓ

રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડપ્રાપ્ત કરવા માટે સ્ટેશનના પુન: વિકાસના માટે વ્યવસાયિક અભ્યાસ, વિગતવાર માસ્ટર પ્લાનિંગ, અર્બન ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગ તથા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનો રહેશે.

સ્ટેશન પર અત્યાધુનિક યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો

પુન: વિકાસનો ઉદ્દેશ સ્ટેશનના ઐતિહાસિક મહત્ત્વને અસર કર્યા સમયની માગ અનુસાર સ્ટેશન પર અત્યાધુનિક યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. નવા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન માટે અલગ સુવિધા હશે. સાથે સાથે, તે મલ્ટિ-મોડલ પરિવહન સંકલન સાથે માર્ગ કનેક્ટિવિટી, સલામતી અને દેખરેખની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓથી પણ સજ્જ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *