મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરની મદદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે. ઉધ્ધવે મુખ્યમંત્રી પદે ચાલુ રહેવા માટે તા. 21 મે પહેલા વિધાનસભા કે વિધાન પરિષદમાં ચૂંટાવું જરુરી હતું. પરંતુ કોરોનાના કારણે ચૂંટણી મુલત્વી રહેલ છે અને રાજ્ય સરકાર દ્વારા આ ચૂંટણી યોજવા માટે રાજ્યપાલ મારફત ચૂંટણી પંચને વિનંતી કરાઈ હતી પણ રાજ્યપાલે આ પત્ર દબાવી દીધો છે અને ઉધ્ધવે તેથી વડાપ્રધાન સાથેની વાતચીતમાં પોતાને સભ્યપદથી વંચિત રાખવા રાજકીય દાવ ખેલાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ ફોન બાદ વડાપ્રધાને આડકતરી રીતે રાજ્યપાલનું વિઘ્ન હટાવી દીધું છે અને 21 મેના રોજ ચૂંટણી યોજાશે.
