ખુશખબર! લૉકડાઉનમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો.

નવી દિલ્હી : દેશમાં લૉકડાઉનની વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દેશની ઑઇલ માર્કેટિંગ કમ્પનીઓ (HPCL,BPCL, IOC)એ સબ્સિડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ હવે રાજ્યમાં 14.2 કિલોગ્રામના નોન સબ્સિડાઇઝ સિલિન્ડરના ભાવમાં 151 રૂપિયાનો ઘટાડો ગુજરાતમાં અને 162.5 રૂપિયાનો ઘટાડો દિલ્હીમાં નોંધાયો છે. જ્યારે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ પણ ઘટીને 1028 રૂપિયા થયા છે. કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 257 રૂપિયાનો ઘટાડો થયો છે. આ બંને જાહેરાતના પગલે ગૃહિણીઓ અને કૉમર્શિયલ વપરાશકર્તાઓને રાહત થશે.

દેશમાં લૉકડાઉન દરમિયાન નોંકરી ધંધામાં મંદીના માહોલ વચ્ચે દેશની ઑઇલ કંપનીએ ગેસના બાટલામાં ભાવ ઘટાડો કરતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો છે. એક બાજુ દેશમાં પરપ્રાંતિય મજૂરોના હિજરતની સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં એલપીજીના ભાવમાં ઘટાડો થવાથી ઘણો ફાયદો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *