19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા
– દેશના નવા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન જિલ્લાની જાહેરાત
દેશમાં લોકડાઉન પુરૂ થવાના આરે છે તે પહેલા ગુજરાત માટે માઠા સમાચાર આવ્યાં છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્ર્યાલયે દેશના તમામ જિલ્લાઓમાં કોરોના વાયરસના સંક્રમણના આધારે ઝોન જાહેર કર્યા છે.
જે અંતર્ગત ગુજરાતના પાંચને બદલે 9 જિલ્લાઓ રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કે 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ફક્ત 5 જિલ્લાઓ જ ગ્રીન ઝોન જાહેર થયા છે.
ગુજરાતમાં રેડ ઝોન
અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી.
ઓરેન્જ ઝોન
રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર
ગ્રીન ઝોનમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમ કે, મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા
ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી રેડ ઝોનમાં 9 જિલ્લા, ઓરેન્જ 19 અને ગ્રીનમાં 5 જિલ્લાનો સમાવેશ થાય છે.