અમદાવાદ : “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત.” ફારસી વેપારી અરદેશર ફરામજી ખબરદારે કદાચ આ કાવ્ય લખ્યા બાદ કશું પણ ન લખ્યું હોત તો પણ સદાકાળ ગુજરાત અને ગુજરાતીઓ તેમના ઋણી રહેતા. કવિ ન્હાનાલાલે ગુજરાત વિશે લખ્યું છે કે, ધન્ય હો! ધન્ય જ પુણ્યપ્રદેશ! અમારો ગુણિયલ ગુર્જર-દેશ. આજે પહેલી મે, 2020 એટલે કે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ. આજના દિવસે જ ગુજરાત અને મહારાષ્ટ્રનો અલગ અલગ રાજ્ય તરીકે જન્મ થયો હતો. ગુજરાત એટલે ગરબા, વેપાર, સાહસ, સ્વાદ, સંસ્કાર, સૌજન્ય. ગુજરાત ક્યારેય થાક્યું નથી અને થાકશે પણ નહીં. પછી તે કોરોના હોય કે બીજી કોઈ મહામારી. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતના સારસ્વતોએ કાવ્યો દ્વારા ગુજરાતનો જે મહિમા વર્ણવ્યો છે તેની એક ઝલક જોઈએ..