ચીનમાં 2 મહિના બાદ ફરી ખુલ્યું એ માર્કેટ જ્યાં મળે છે ફ્રાઇડ વીંછી અને કરોળિયા

વોટર બીટલ્સ, કરોળિયા, સિલ્કવર્મ અને બીજા કીટકની ડિશનો સ્વાદ માણવા લોકો ફરી ઉમટી પડ્યા

બીજિંગઃ ચીન (China)માં એ ફૂડ માર્કેટ (Food Market) ફરીથી ખોલી દેવામાં આવ્યું છે જ્યાં વીંછી, ઓક્ટોપોસ, કરોળિયા અને અનેક અન્ય પ્રકારના કીટક વ્યંજન તરીકે પીરસવામાં આવે છે. કોરોના સંક્રમણ (Coronavirus)ને કારણે તેને જાન્યુઆરીના અંતમાં બંધ કરી દેવામાં આવ્યું હતું અને લગભગ 70 દિવસ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યું છે. જોકે અહીં હજુ પણ પ્રતિબંધો લાગુ છે અને એક દિવસમાં 3000 લોકો જ આ જાણીતા માર્કેટમાં પ્રવેશ કરી શકે છે.

આ માર્કેટ ચીનના ગુંઆંક્સી પ્રાંતની રાજધાનીમાં સ્થિત છે. તેને જોગ્ન્શાન રોડ ફૂડ માર્કેટના નામથી ઓળખવામાં આવે છે અને અહીં સામાન્ય દિવસમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. આ માર્કેટ વુહાનથી લગભગ 1350 કિલોમીટર દૂર છે, જોકે જે રીતે ખાવાનું અહીં પીરસવામાં આવે છે તેને જોઈને તેને બંધ કરી દરી દેવામાં આવ્યું હતું. આ માર્કેટ મોટાભાગે સાંજથી શરૂ થાય છે અને અહીં આપને એવા-એવા સ્નેક્સ ખાવા મળશે જે દુનિયામાં ક્યાંય પણ નહીં મળે.

ગ્રિલ્ડ ઓક્ટોપસ અને અનેક પ્રકારના કીટક મળે છે

આ માર્કેટમાં ગ્રિલ્ડ ઓક્ટોપસ, સ્પાલસી ક્રેફિશ, ફ્રાઇડ સેન્ટીપીડ, અનેક પ્રકારના કીટકની ડિશ અને અનેક પ્રકારના કરોળિયા, સિલ્કવર્મ પણ ખાવા મળે છે. ચીનની સરકારી મીડિયામાં આ માર્કેટની તસવીર સામે આવી છે. આ તસવીરો દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

વોટર બીટલ્સ, કરોળિયા, સિલ્કવર્મ અને બીજા કીટકની સ્વાદિષ્ટ ડિશ મળે છે. જોકે તમામ રેસ્ટોરન્ટ્સને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને કરાવવા માટે કડક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ખાવાના તમામ સ્ટોલ્સમાં ઓછામાં ઓછું બે મીટરનું અંતર રાખવાની ગાઇડલાઇન આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *