“હા મારી પાસે તેવા પુરાવા છે. પણ હાલ હું આ અંગે વધુ ના જણાવી શકું. ” – ટ્રમ્પ
ચીન (China)થી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ (Coronavirus) આ સંક્રમણને ઝડપથી લોકોના પ્રાણ લઇ રહ્યો છે. દુનિયાના અનેક તાકતવર દેશો પણ કોરોના વાયરસના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત થનાર દેશોમાં અમેરિકા (America) પણ છે. આ પર અમેરિકામાં કોરોના સંક્રમતિ દર્દીઓની સંખ્યા 10 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. જ્યારે 61 હજાર લોકોની મોત તેનાથી થઇ ચૂકી છે.
એક પ્રેસ કૉન્ફેંસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ (Donald Trump) પુછવામાં આવ્યું કે શું તેમની પાસે ચીન પર આરોપ મુકવાનો કોઇ પુરાવો છે. જે સાબિત કરે કે કોરોના વાયરસ ચીનની વુહાન ઇન્સ્ટીટ્યૂ ઓફ વાયરોલોજીથી જ બહાર નીકળ્યો ચે. આ પર ટ્રમ્પે કહ્યું કે હા મારી પાસે તેવા પુરાવા છે. જ્યારે પત્રકારોએ આ અંગે જાણકારી માંગી તો ટ્રમ્પે કહ્યું કે તે જે કંઇ પણ છે હાલ હું આ અંગે ના જણાવી શકું.
અમેરિકી રાષ્ટ્રપતિની વાત કરતા જ્યારે પુછવામાં આવ્યું કે શું તે ચીન માટે લીધેલા અમેરિકી ઋણ દાયિત્વોને રદ્દ કરી શકે છે. આ પર ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હા પણ તેને અલગ અને સટીક રીતે કરવાની જરૂઆત છે. તેમણે કહ્યું કે તે હાલ પૈસા માટે ટેરિફ વધારશે. અમેરિકા આ પહેલા પણ કહી ચૂક્યો છે કે ચીન નક્કી કરેલા પ્રાવધાનોનું પાલન નથી કરી રહ્યો. અને આ કારણે તેની સાથે ટ્રેડ ડીલ પણ ખતમ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચીનની સાથે કોરોનાને લઇને ચાલી રહેલા તણાવને ચૂંટણીનો મુદ્દો બનાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઇને અમેરિકા સતત તેવું કહી રહ્યા છે કે આ ચીનનો હુમલો છે. સાથે તે તેમણે ચીન પર ચૂંટણી દરમિયાન હરાવવાનો આરોપ પણ લાગ્યો છે. વળી ટ્રમ્પે હાલ ચીનનો કોરોના વાયરસ ફેલાવવાના પુરાવાની પણ વાત કરી છે.
WHO પર પણ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ સ્વાસ્થય સંગઠન પણ ચીનના હાથની કટપૂતળી બની ગયું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમે WHO કામકાજથી હાલ ખુશ નથી. વધુમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા WHOને સરેરાશ 40-45 કરોડ અમેરિકી ડૉલર આપે છે. જ્યારે ચીન 3.8 કરોડ અમેરિકી ડૉલર આપે છે. તેમ છતાં WHO ચીન માટે કામ કરતું હોય તેમ લાગે છે. તેને ખબર હોવી જોઇએ કે શું થઇ રહ્યું છે અને શું તે તેને રોકવા માટે સક્ષમ છે