દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: 24 કલાકમાં વધુ 1900 કેસ નોંધાયા, રિકવરી રેટ 23.37%: MHA

4 હજારથી વધુ સંક્રમિતો સાથે ગુજરાત બીજા ક્રમે,દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ         નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 35,026 લોકો સંક્રમિત થયા છે અને 1,159 લોકોના મોત થયા છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 60, પશ્વિમ બંગાળમાં 37, રાજસ્થાનમાં 33, કર્ણાટકમાં 11, હરિયાણામાં 08, ઓરિસ્સામાં 4 અને બિહારમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. તો સાથે જ બીજા ક્રમે રહેલા ગુજરાતમાં 4000થી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે.

હવે શીખ તીર્થયાત્રી કોરોના વાઈરસનો શિકાર બની રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના નાદેડ હજૂર સાહિબથી પાછા આવેલા 148 તીર્થયાત્રી સામેલ છે.
148 શીખ યાત્રીઓમાંથી 76 અમૃતસરમાં, 38 લુધિયાણા અને 10 મોહાલીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 3,500 તીર્થયાત્રિ નાંદેડથી પંજાબ પહોંચ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ

 • સરહદ પાસે આવેલા તમામ વિસ્તારોમાં BSF મદદ કરી રહી છેઃMHA
 • દેશમાં અત્યાર સુધી 8888 દર્દી સાજા થયા,કોરોનાના કારણે અત્યાર સુધી દેશમાં 1147 લોકોના મોત થયા છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • 24 કલાકમાં કોરોનાથી 72 લોકોના મોત , 24 કલાકમાં 564 દર્દી સાજા થયા, દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છેઃસ્વાસ્થ્ય મંત્રાલય
 • 24 કલાકમાં કોરોનાના 1900થી વધુ કેસ, રિકવરી રેટ 25.37 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • ગોવા સરકારનો નિર્ણય- જે માસ્ક નહીં પહેરે, તેને પેટ્રોલ આપવામાં નહીં આવે
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકડાઉન અને કોરોનાની મહામારીની સ્થિતિ અંગે ચર્ચા માટે હાઈલેવલ મિટિંગ બોલાવી હતી. આ મિટિંગ લગભગ દોઢ કલાક ચાલી હતી.
 • લોકડાઉનના કારણે તેલંગાણામાં ફસાયેલા 1200 મજૂરોને લઈને પહેલી સ્પેશ્યલ ટ્રેન ઝારખંડ રવાના થઈ ગઈ છે. સવારે 4.50 વાગ્યે લિંગમપલ્લીથી નીકળેલી આ ગાડી રાતે 11 વાગ્યે ઝારખંડના હટિયા પહોંચશે. આ મજૂરોને મોકલવામાં તમામ જરૂરી દિશા નિર્દેશોનું પાલન કરાઈ રહ્યું છે.
 • કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોનાના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન અંગે માહિતી આપી છે. દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં 3 મે બાદ પણ સખતાઈ ચાલુ રાખવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, રિકવરી રેટ વધ્યો છે. આ હિસાબે અલગ અલગ વિસ્તારમાં જિલ્લાઓને ઝોન વાઈઝ વહેચવામાં આવી રહ્યા છે.
 • કોરોનાના જોખમ ધ્યાનમાં રાખતા હરિયાણાએ દિલ્હીથી તેની સરહદમાં આવનારા વાહનોને ગુરુગ્રામ બોર્ડર પર અટકાવાયા છે. સરકારી અને જરૂરી સામાનની સપ્લાઈમાં લાગેલા વાહનોને છૂટ આપવામાં આવી છે. તાજેતરમાં જ હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, દિલ્હીથી અપ-ડાઉન કરનારા લોકો કોરોના કેરિયર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવા લોકો માટે દિલ્હીમાં રોકાવાની વ્યવસ્થા કરશે.
 • કોરોના સંક્રમણની તપાસમાં ઉપયોગ કરવામાં આવતી આરટી-પીસીઆર ટેસ્ટિંગ કીટ માટે 60 સ્વદેશી કંપનીઓને મંજૂરી મળી ગઈ છે. જેમાંથી 5 કંપનીઓ આ કીટ બનાવશે, જ્યારે 55 તેને વિદેશથી આયાત કરશે.
 •  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કોરોના સંક્રમિતનું મોત થયું છે. આ દર્દીને પ્લાઝ્મા થેરેપીથી સારવાર ચાલી રહી હતી. મહારાષ્ટ્રમાં પહેલી પ્લાઝ્મા થેરેપી 53 વર્ષના જે કોરોના સંક્રમિતને આપવામાં આવી હતી, તેનું મોત થયું છે. તેનું મોત 29 એપ્રિલે થયું હતું, પરંતુ મુંબઈના લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડો. રવિશંકરે આ માહિતી 1લી મેના રોજ આપી હતી.
 • મહારાષ્ટ્રના નાદેડમાં હજૂરથી પાછા આવેલા વધુ 3 તીર્થાયાત્રી કોરોના પોઝિટિવ મળ્યા હતા
 • ઓરિસ્સામાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે, રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 143 થયો છે.
 • ગુરુવારથી દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ કરી દેવાઈ છે. સવારે 10 વાગ્યાથી ગુરુગ્રામ એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે
 • રાજ્ય  કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત 
  મહારાષ્ટ્ર 10,498 1773 459
  ગુજરાત 4395 613 214
  દિેલ્હી 3515 1094 59
  રાજસ્થાન 2583 893 58
  મધ્યપ્રદેશ 2625 482 137

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *