માં અમૃતમ-વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓનો કોરોના ટેસ્ટનો ખર્ચ સરકાર ઉઠાવશે : મુખ્યમંત્રીનો નિર્ણય

એપીએલ કાર્ડ ધારકો માટે ફરી અનાજ-ખાંડ વિતરણનો રાઉન્ડ : શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ-કાવ્ય-ચિત્ર સ્પર્ધા : સરકાર ઇનામ આપશે

ગાંધીનગર તા.1
આજે ગુજરાતનો સ્થાપના દિવસે વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગને ધ્યાને રાખીને ઘઉં ,દાળ, ચોખા અને ખાંડનું મફત વિતરણ કરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત માં અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડના 77 લાખ લાભાર્થીઓને ઓપરેશન કે ડિલિવરી સમયે કોરોના ટેસ્ટ નો ખર્ચ કરવો પડશે નહીં કોરોના સંબંધિત કરવામાં આવતા ટેસ્ટ ની રકમ સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

અગ્રસચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે વિજયભાઈ રૂપાણીએ સામાન્ય અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને મે મહિનામાં એપીએલ 1 ના રેશનકાર્ડ ધારકો કે જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવતા નથી તેવા 61 લાખ પરિવારોને 10 કી. ઘઉં, 3 કી. ચોખા ,1કી દાળ અને 1કી ખાંડ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે કોરોના વરસની મહામારી વચ્ચે માં અમૃતમ અને મા વાત્સલ્ય યોજના લાભાર્થી ને ડીલેવરી અથવા ઓપરેશન સમયે કોરોના ટેસ્ટનો ખર્ચ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જેના કારણે આ યોજના હેઠળ આવતા 77 લાખ કાલે ધરાવતા પરિવારોને લાભ મળશે. કોરોના ટેસ્ટ કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ શાળા-કોલેજો બંધ છે ત્યારે પ્રાથમિક માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાતના કોરોના વિશે નિબંધ લખવો જોઈએ આ અંગે વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે સંક્રમિત કોરોનાવાયરસ ની પરિસ્થિતિ વચ્ચે ફન્ટ લાઇનમાં કામ કરતા કોરોના યોદ્ધાઓ કામ કરે છે જેવા કે વિવિધ ફોર્સના જવાનો પોલીસ કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓ ડોક્ટર નર્સ સફાઈ કામદાર અને રેશન વિતરણ કરતા દુકાનદારો સહિત તમામ કોરોના યોદ્ધાઓ ઉપર વિદ્યાર્થીઓએ નિબંધ કાવ્ય અને ચિત્ર જેવી કૃતિઓ રજુ કરે આ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા છે એની વિગતોમાં અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે આ સ્પર્ધા 1 થી 10 ની વચ્ચે યોજાશે.

એટલું જ નહીં ત્રણ કેટેગરીમાં યોજાનારી આ સ્પર્ધામાં પ્રાથમિક માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓમાં જિલ્લા દી પ્રથમ દ્વિતીય અને તૃતીય મળી કુલ ત્રણ પુરસ્કાર આપવામાં આવશે એટલે કે જિલ્લા દીઠ કુલ 27 પૂરસ્કાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે જેમાં પ્રથમ પુરસ્કાર માટે 15 હજાર રૂપિયા દ્વિતીય પુરસ્કાર માટે 11 હજાર અને તૃતીય પુરસ્કાર માટે પાંચ હજાર રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે જ્યારે જિલ્લા કક્ષાની પસંદગી થયેલી કૃતિઓને રાજ્યકક્ષાએ મૂલ્યાંકન કરવામાં આવશે અને પાંચ પાંચ શ્રેષ્ઠ કૃતિઓ ને રૂપિયા 25 હજારનો પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે આવતીકાલે તમામ દૈનિક પત્રકમાં સમગ્ર સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી આપવા મા આવશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *