‘મારા ઘણા પુરૂષો સાથે સંબંધ રહ્યા છે’, કઈ ટોચની હીરોઈન ભૂમિ પેડનેકરે કરી કબૂલાત?

મુંબઇ,તા.૧
સફળ ફિલ્મ ‘ટોઈલેટઃ એક પ્રેમકથા’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ભૂમિ પેડનેકરે ચોંકાવનારી કબૂલાત કરી છે. ભૂમિએ કબૂલ્યું છે કે, અત્યાર સુધીમાં તેણે ઘણા પુરૂષો સાથે ડેટિંગ કર્યું છે ને ઘણા પુરૂષો સાથે તેના સંબધો રહ્યા છે. જા કે અત્યારે પોતે સિંગલ હોવાનો ભૂમિનો દાવો છે. ભૂમિએ એક ટોચના અખબારને આપેલી મુલાકાતમાં કબૂલ્યું કે, હું પ્રમાણિકતાથી કહું તો એ વખતે હું સાવ બાળક જેવી હતી. હું એકદમ અપરિપક્વ અને અવિચારી હતી તેથી ઘણા પુરૂષો સાથે હું જતી ને તેમની સાથે મારા સંબંધો હતા પણ અત્યારે હું ફક્ત ને ફક્ત મારા કામને વરેલી છું ને સિંગલ છું. ભૂમિનો દાવો છે કે, હવે તેન પોતાના કામ સિવાય બીજી કોઈ બાબતમાં રોમાંચ થતો નથી. તેણે હળવાશથી કÌšં કે, મેં અત્યાર સુધીમાં બહુ અભિનેતાઓ સાથે કામ કર્યું નથી તેથી તેમની સાથે મારા અફેરની વાતો ચગતી નથી. તેણે જણાવ્યું કે, અત્યારે મારો સારો સમય ચાલી રહ્યો છે ને ફિલ્મો મળી રહી છે. ભૂમિએ અત્યાર સુધીમાં આયુષ્યમાન ખુરાના અને અક્ષય કુમાર એ બે અભિનેતા સાથે જ કામ કર્યું છે. અક્ષય સાથે તેની ‘ટોઈલેટઃ એક પ્રેમકથા’ આવી તે પછી આયુષ્યમાન ખુરાના સાથે તેની ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ આવી અને તે પણ વખણાઈ છે. ભૂમિની પહેલી ફિલ્મ ‘જાર લગા કે હઈસા’ પણ આયુષ્યમાન સાથે હતી. ભૂમિએ જણાવ્યું કે, તેને કોઈ પુરૂષ સાથે સંબંધો રાખવામાં વાંધો નથી પણ અત્યારે કોઈ પુરૂષ તેની જીંદગીમાં નથી. ભૂમિએ ફિલ્મોમાં રોલ મેળવવા માટે પોતે કોઈ સમાધાન કરવાં પડ્યાં હોવાનો પણ ઈન્કાર કર્યો હતો. તેણે જણાવ્યું કે, તેણે જીંદગીમાં કોઈ તબક્કે કોઈ પ્રકારનાં સમાધાન કરવાં પડ્યાં નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *