રાજ્ય સરકારે લર્નિંગ લાયસન્સને રિન્યુ કરાવાને લઇને લીધો મોટો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સને રિન્યુ કરાવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી દીધી છે. ગુજરાત સરકારે કોરોના મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવતાં આરટીઓ કચેરી બંધ રહી હોવાથી ઘણા અરજદારોને લર્નિંગ લાયસન્સ રિન્યુ સહિત અનેક કામગારીમાં અસુવિધા થઇ હતી. જેના કારણે હવે સરકારે નિર્ણય કર્યો છે કે સમય મર્યાદા પૂર્ણ થઇ હોય તેવા અરજદારો લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ભરી ફરી રીન્યુ કરાવી શકશે.પાકા લાયસન્સ માટે ફરીથી ફી ભરવાની રહેશે નહીં. લર્નીગ લાયસન્સ રીન્યુ કર્યાના એક મહિના પછી અને 6 મહિના પહેલા પાકા લાયસન્સ માટેની એપોઇમેન્ટ લેવાની રહશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન આરટીઓ કચેરી બંધ હતી. કચેરીઓ ખુલતા એપોઇમેન્ટમાં વેટિંગ હોવાના કારણે સમયસર એપોઇમેન્ટ મળતી નહોતી. જેથી સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદામાં વધારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *