શહેરમાં 1 મેથી માસ્ક ન પહેરનારા દુકાનદારોને રૂ. 5000, સુપરમાર્કેટ્સને રૂ.50 હજાર-ફેરિયાઓને રૂ.2000નો દંડઃ AMC કમિશનર

અમદાવાદ માહિતી ખાતાના 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ. શહેરમાં 27 એપ્રિલની સાંજથી લઈ 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે.શહેરમાં કોરોનાની અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યું છે. જેમાંથી 2098ના સેમ્પલ લીધા હતા, જેમાંથી 115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ શાકભાજી વેચનારાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે. તેમજ 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.

ફેરિયાઓ માસ્ક વિના જોવા મળશે તો ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરાશે

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, શાકભાજીની લારીઓ અમુક અંતરે ઉભી રાખવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે દરેક દુકાનો અને લારીઓ પર બોર્ડ લગાવાશે. આ બોર્ડમાં નાગરિકોએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ સાવચેતી રાખવી તે અંગેની માહિતી આપવામાં આવશે. તેમજ ફેરિયાઓ માસ્ક વિના જોવા મળશે તો ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરાશે.

શહેરમાં 10 લાખની વસતિએ 4157 ટેસ્ટ

ગઈકાલ સુધીમાં 164 નવા કેસ નોંધાયા છે, જે સારી બાબત છે. છેલ્લા પાંચ છ દિવસની તુલનાએ ગઈકાલથી પોઝિટિવ કેસનો આંકડો ઘટી રહ્યો છે. જ્યારે 19 જેટલા મોત થયા છે જે ચિંતાજનક બાબત છે. ટેસ્ટિંગની વાત કરીએ તો કુલ ટેસ્ટ 24940 ટેસ્ટ કર્યાં છે. આમ આપણે 10 લાખની વસતિએ 4157 ટેસ્ટ કરી રહ્યાં છીએ. જ્યારે 21 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 2140 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 વેન્ટીલેટર પર છે અને 2114ની હાલત સ્થિર છે.

શહેરના ઘાટલોડિયા વિસ્તારના હીરાબાગ વિભાગ 2માં શંકાસ્પદ કોરોનાના 4 દર્દીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેઓ બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આરોગ્યની ટીમે સોસાયટીની શેરીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી દીધી છે. શેરીમાં બહારના લોકોની આવન-જાવન પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્યની ટીમ દ્વારા ઘટનાને અનુરૂપ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઘાટલોડિયાના હીરાબાગ વિભાગ 2માં શંકાસ્પદ કોરોનાના 4 દર્દી ક્વોરન્ટીન 
શહેરના ઘાટલોડિયા વિસ્તારના હીરાબાગ વિભાગ 2માં શંકાસ્પદ કોરોનાના 4 દર્દીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેઓ બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આરોગ્યની ટીમે સોસાયટીની શેરીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી દીધી છે. શેરીમાં બહારના લોકોની આવન -જાવન પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્યની ટીમ દ્વારા ઘટનાને અનુરૂપ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *