સામાન્ય સભાની ના પાડતા અમદાવાદના મેયર લીંબડીની સભામાં પહોંચ્યા

અમદાવાદ મ્યુનિ. બોર્ડની સામાન્ય સભા ટાગોર હૉલમાં પ્રત્યક્ષ બોલાવવી કે ઑનલાઇન વિડીયો કોન્ફરન્સથી અગાઉની જેમ બોલાવવી તે અંગે સતત દ્વિધામાં રહ્યા બાદ અને લીંબડીમાં પ્રત્યક્ષ જાહેરસભામાં સંબોધન કરો છો ત્યારે કોરોના નથી ફલેતા અને બોર્ડની સભામાં ફેલાય છે ? તે મતલબના પ્રશ્નો સોશ્યલ મીડિયામાં પૂછાતા થયા બાદ આખરે મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, ટાગોર હૉલમાં 28મીએ ગયા વખતની જેમ પ્રત્યક્ષ બોર્ડની સભા યોજાશે.

ટાગોર હૉલમાં 28મીએ ગયા વખતની જેમ પ્રત્યક્ષ બોર્ડની સભા યોજાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલાં બોર્ડનો એજન્ડા બહાર પડયો તેના પર સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય માસિક સભા બુધવાર તા. 28-10-2020ના રોજ સવારના 11-00 વાગ્યે સ્ટે. કમિટી રૂમ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઑનલાઇન નીચેના કામોનો વિચાર કરવા સારૂ મળશે.

આ ઉપરાંત ગઈકાલે મેયર કાર્યાલયમાંથી પણ આ બાબતે અલગ અલગ જવાબો મળતા અવઢવની સ્થિતિ પેદા થઈ હતી. આ બાબતે ઇલેક્ટ્રોનિક મિડિયામાં પણ વિવાદ પેદા થયો હતો. દરમ્યાનમાં મેયર લીંબડીની જાહેર સભામાં સંબોધન કરતા હોય તેવા ફોટા સોશ્યલ મિડિયામાં વહેતા થયા હતા જેમાં અનેક લોકોએ માસ્ક પહેર્યા ના હતા. આ બાબતને ટાર્ગેટ કરીને ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ટ્વિટ કર્યું હતું કે, લીંબડીમાં પ્રત્યક્ષ સભાને સંબોધન કરો ત્યારે કોરોના નથી ફેલાતો અને મ્યુનિ. બોર્ડમાં ફેલાય છે એવું છે. આ ટ્વિટ બાદ વિવાદમાં નવો રંગ ઉમેરાયો હતો આખરે પ્રત્યક્ષ બોર્ડ બોલાવવાનું નક્કી થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *