હનીમુન પર ગયેલું વાપીનું ડૉકટર દંપતિ પોર્ટવિલાનાં વનુઆટુ આઇલેન્ડમાં ફસાયું

વાપી. વાપીનું ડોકટર દંપતિ હનીમુન માટે પોર્ટવિલાનાં વનુઆટુ આઇલેન્ડ પર માર્ચ મહિનામાં ગયા હતાં.પરંતુ કોરોના મહામારીનાં કારણે આંતરરાષ્ટ્રીય ફલાઇટો બંધ કરી દેતાં તેઓને ત્યાં રોકાઇ જવાની નોબત આવી હતી.જોકે લોકડાઉન લંબાઇ જતાં દોઢ મહિનાથી ડોકટર દંપતિએ એક મકાન ભાડે રાખી રહેતું છે. પણ આર્થિક તકલીફ ઉભી થતાં ડોકટર દંપતિએ ભારત આવવા માટે  વડાપ્રધાન ,વિદેશમંત્રી,મુખ્યમંત્રીને ટવીટ અને મેઇલ કર્યા હતાં.પરંતુ સરકાર તરફ કોઇ જવાબ ન આવતાં નિરાશ થયાં છે.જેથી  ડોકટર દંપતિનાં પરિવારજનોમાં પણ ચિંતામાં છે.વાપીનાં ડો. કૃણાલ રામટેકે અને ડો.પૂજા ટંડેલ જેઓ વાપીની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.ડો.કૃણાલ મૂળ નાગપુરનાં રહેવાસી છે અને વાપી  સ્થાઇ છે. અને તેમના પત્ની મૂળ અતુલનાં છે. તેઓનાં 10મી નવેમ્બરે લગ્ન થયાં હતાં.

ફિઝીમાં ભારતની એમ્બેસીમાં સંપર્ક કર્યો

વ્યસ્તતાનાં કારણે હનીમુન માટે કોઇ જગ્યાએ ફરવા માટે ગયા ન હતાં.પરંતુ 15મી માર્ચે તેઓ  હનીમુન માટે પોર્ટવિલાનાં વનુઆટુ આઇલેન્ડ ગયા હતાં.અને 24મી માર્ચે તેઓ  ભારત પરત  આવવા માટેની રિટર્ન ટિકીટ પણ હતી .પરંતુ 22મી માર્ચે લોકડાઉનનાં કારણે સમગ્ર વિશ્વમાં આંતરરાશ્ટ્રીય ફલાઇટો બંધ થઇ જતાં ત્યાં ફસાઇ ગયા છે. લોકડાઉન ખુલ્લી જશેની આશાએ દોઢ મહિનાથી ડોકટર દંપતિ ત્યાં મકાન ભાડે રાખી જાતે રસોઇ બનાવી રહે છે. પરંતુ આર્થિક તકલીફ ઉભી થઇ છે. પોર્ટવિલામાં ભારતની એમ્બેસી ન હોવાથી  ડોકટર દંપતિએ ફિઝીમાં ભારતની એમ્બેસીમાં સંપર્ક કર્યો છે.પરંતુ કોઇ મદદ મળી ન હતી.તેનાં કારણે ડોકટર દંપતિ અને તેમના  પરિવારજનો ભારે ચિંતામાં મૂકાયા છે.
ભારતીય સિટિઝનોને પરત આવવા માટે સરકારે મદદ કરવી જોઇએ 
વાપીનાં ડો.કૃણાલ રામટેકે અને  ડો.પૂજા ટંડેલે વનુઆટુથી દિવ્યભાસ્કરને જણાવ્યું કે અમારી આર્થિક પરિસ્થિતિ પણ કથળી રહી છે.ભારત આવવા માટે અમે વડાપ્રધાન,વિદેશમંત્રી ,મુખ્યમંત્રીને ટવીટ અને મેઇલ પણ કર્યા છે.પરંતુ તેમનાં વિભાગ તરફથી કોઇ જવાબ હજી સુધી મળ્યો નથી.માટે ભારત સરકાર દ્રારા ભારતીય સિટિઝનોને વિદેશથી પરત આવવા માટે જરૂરી મદદ કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *