આ 2 ટિપ્સ તમારા બાળકના ગુસ્સાને કરી દેશે શાંત, કરો ટ્રાય

બાળકોના વર્તન પર એક સંશોધન હાથ ઘરવામાં આવ્યું હતું. બાળકોમાં નાની ઉંમરમાં વધતા જતા ગુસ્સાનું કારણ શું છે એ જાણવાના હેતુથી આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સો બાળકોનાં વર્તનનું નિરીક્ષણ અને તેમનાં માતા-પિતાને બાળકની આદત અંગે પૂછવામાં આવ્યું. સોમાંથી સિત્તેર ટકા બાળકો નાની-નાની વાત ગુસ્સામાં આવીને તેમના મિત્રો કે ટીચરની સામે રિએક્શન આપતાં હતાં. તેમનાં માતા-પિતાનું કહેવું હતું કે મારું સંતાન બાળપણથી જ થોડા ગુસ્સાવાળું છે. તેમનો જવાબ સાંભળીને સંશોધનકર્તાને આશ્ચર્ય થયું કે માતા-પિતા જ તેમના સંતાનની સારી કે ખરાબ આદત માટે જવાબદાર હોય છે. આ સંજોગોમાં માતા-પિતા જ તેમનાં સંતાનોને સુધારી શકે છે. જો કે વયમાં મોટા લોકોની સાથે કેવી રીતે વર્તવું કે વાત કરવી તેની સમજ બાળકોને માતા-પિતાથી વધારે સારી રીતે કોઈ ન આપી શકે. પેરેન્ટ્સ બાળકોનું હંમેશાં ભલું જ ઇચ્છતાં હોય છે. તેમના માટે સંતાન જ તેમની બધી મૂડી હોય છે. આમ, જો તમે તમારા બાળકના ગુસ્સાને કંટ્રોલમાં કરવા ઇચ્છતા હોવ તો આ બે ટિપ્સ તમને ખૂબ જ કામમાં આવશે.

1. બાળકને સમજાવો
બાળક નાનું હોય ત્યારે તે પ્લેન બોર્ડ હોય છે. તેના મગજમાં તમે જેવું નાખશો તેવું તે શીખશે. સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે બાળક તમારા વ્યવહારનું અનુકરણ કરીને શીખતું હોય છે. ઘરમાં જેવું વર્તન તમારું હશે તેવું વર્તન તે બીજા સાથે કરવાનું જ છે. તે ભવિષ્યમાં એક સારી વ્યક્તિ બને તે માટે તમારે જ કેર કરવાની રહે છે. બાળપણથી જ તેની સારી કે ખરાબ આદત પ્રત્યે કાળજી રાખો. ખોટું બોલે તો તેને ત્યારે જ ટોકો. તેનાથી વયમાં મોટા લોકો સાથે કેવી રીતે વર્તવું તે બાળપણથી જ શીખવો.

2. આજ્ઞાકારી બનાવો
તમારું સંતાન જો તમારું કહ્યું ના માને તો બીજા કોઈ પણ વડીલ કે ઉંમરમાં મોટા લોકોનું કહેવાનું માનશે નહીં. બાળક નાનું હોય ત્યારથી જ તેના ઘડતરમાં ધ્યાન આપો. તેને કોઈ વાત સમજાવવી હોય તો સખ્તાઈ અપનાવવાને બદલે શાંતિથી સમજાવો. જે વસ્તુ તમે તેને શીખવવા માગો છો બાળકની સામે પહેલાં તે કાર્ય તમે કરો. ગુસ્સો કે જબરદસ્તી ક્યારેય કરવી નહીં. બાળકને મોટા સાથે કેવી રીતે વાત કરવી તે શીખવો. જ્યારે મોટા લોકો વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલતા અટકાવો. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેની દરેક સારી બાબતને બિરદાવો. જેને કારણે તેને સારાં કાર્યો કરવાની આદત પડશે. સૌથી સરળ રસ્તો તો એ છે કે તમે તમારાં બાળકોને જેવા બનાવવાં ઇચ્છો છો, એવું વર્તન ઘરમાં તમે કરો. બાળક તેની આસપાસના વાતાવરણમાંથી જ ઘડાય છે. બાળક નાનું હોય ત્યારે એ જ્યારે પણ તમારી વાત માને ત્યારે તેને નાની ગિફ્ટ આપો, પણ ધ્યાન રહે આ વસ્તુની આદત ન બનાવો. તેમજ ગિફ્ટની લાલચે કોઈ કામ બાળક પાસે કરાવો નહીં, કેમ કે મોટા થયા પછી આદત બદલવી અઘરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *