amazon પર સ્માર્ટફોનનું જબરદસ્ત સેલ, ક્યાં ફોનની કેટલી ઓછી થઈ કિંમત જાણી લો એક ક્લિક પર

એમેઝોન પર આજથી (19 જૂન)થી માંડીને 21 જૂન સુધી સેલની જાહેરાત કરવામાં આવી છે. આ સેલમાં સ્માર્ટફોન પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં Moto X Force પર 22,000 રૂ.નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મોટો એક્સફોર્સના 64GBવાળા મોડલની કિંમત 37,999 રૂ. છે જેને એમેઝોન પર 15,999માં વેચવામાં આવી રહ્યો છે. એપલના આઇફોન 7ના 32GBવાળા મોડલ પર 17,000 રૂ.થી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આઇફોન 6ના 32GBવાળા મોડલને 24,999 રૂ.માં આપવામાં આવી રહ્યો છે. આ સેલમાં આઇફોન SEના 64GBવાળા મોડલ પર 21,000 રૂ.થી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એપલ આઇફોન SEને 27,248 રૂ.માં એમેઝોન પર વેચવામાં આવી રહ્યો છે. LG G6 પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફુલ વિઝન ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોન પર 15,000 રૂ.થી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એમેઝોન પર આ ફોન 39,990 રૂ.માં મળી રહ્યો છે.

સેમસંગ ગેલેક્સી C7 પ્રોની કિંમત 29,990 રૂ. છે પણ એ વેબસાઇટ પર 24,999 રૂ.માં મળી રહ્યો છે. OnePlus 3 ઉપર પણ 1,000 રૂ.નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તે 27 હજાર રૂ.માં ઉપલબ્ધ છે. સેમસંગ On7 Proની કિંમત 9,499 રૂ. છે પણ એ 8,690 રૂ.માં મળી રહ્યો છે. ડ્યુઅલ રિયર કેમેરાવાળા Honor 6Xની કિંમત 12,999 રૂ. છે જે અહીં 10,990 રૂ.માં મળે છે. Coolpad Note 5 Liteની અસલી કિંમત 9,000 રૂ. છે પણ આ સેલમાં એ 7,000 રૂ.માં મળી રહ્યો છે. એપલના આઇફોન 5S પર 10,000 રૂ.થી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હવે એમેઝોનમાંથી તે 16,788 રૂ.માં ખરીદી શકાય છે.

Lenovo Z2 Plusમાં ક્વોલ્કોમનું હાઇ એન્ડ પ્રોસેસર સ્નૈપડ્રેગન 820 છે. આ સિવાય એના બીજા સ્પેસિફિકેશન પણ દમદાર છે. આની કિંમત 18,000 રૂ. છે પણ આ સેલમાં એ 8,000 રૂ.ના ડિસ્કાઉન્ટ સાથે 10,000 રૂ.માં જ ઉપલબ્ધ છે. મોટો G4 પ્લે પર 1500 રૂ.નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન 7,499 રૂ.માં ખરીદી શકાય છે. મોટો G4 પ્લસ પર 3,000 રૂ.નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વીવો Y55ને 1,700 રૂ.ના ડિસ્કાઉન્ટ સાથે 11,790 રૂ.માં ખરીદી શકાય છે. લેનોવો વાઇબ P1 પર 4,900 રૂ.નું ડિસ્કાઉન્ટ આપી શકાય છે. આ ફોનને 10,999 રૂ.માં ખરીદી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *