ભારતમાં Nokia-3નું ઓફલાઈન વેચાણ શરૂ, મળી રહી છે આ ઓફર્સ

હાલમાં જ લોન્ચ થયેલ નોકિયા-3 ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. ગ્રાહક આને ઓફલાઈન રિટેલ સ્ટોર પરથી 9,499 રૂપિયામાં ખરીદી શકશે.

જણાવી દઈએ કે, આ ફોનને ખરીદવા પર ઘણી બધી ઓફર પણ આપવામાં આવી રહી છે. આ મોબાઈલની સાથે વોડાફોન 149 રૂપિયામાં દરેક મહિને 5GB 4G ડેટા આપશે. સાથે જ મેકમાયટ્રિપનું 25,00નું વાઉચર પણ આપવામાં આવશે.

જણાવી દઈએ કે, 13 જૂને નોકિયા અને HMD ગ્લોબલે ભારતમાં પોતાના 3 નવા સ્માર્ટફોન નોકિયા-3, નોકિયા-5 અને નોકિયા 6 લોન્ચ કર્યા હતા.

નોકિયા 3ના ફિચર્સ

ત્રણેય સ્માર્ટફોનમાં આ સૌથી સસ્તો સ્માર્ટફોન છે. પોલીકાર્બોનેટ બોડી અને મેટલિક ફ્રેમથી લેસ આમાં 5 ઈંચની ડિસ્પલે, એન્ડ્રોઈડ 7.0 નોગેટ, 1.3Ghz ક્વોડ-કોર મીડિયાટેક 6737 એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યો છે. આ 16GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે, જેને 128GB સુધી વધારી શકાશે. આ સ્માર્ટફોનમાં 2GB રેમ આપવામાં આવી છે.

નોકિયા 3 બાદ નોકિયા 5નું વેચાણ 7 જૂલાઈથી કરવામાં આવશે, જેની કિંમત 12,99 રૂપિયા છે. નોકિયા 6નું વેચાણ 14 જૂલાઈથી શરૂ થશે, જેની કિંમત 14,999 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *