ફિંગરપ્રિંટ સ્કેનરની સાથે લોન્ચ થયો Nubia M2 Play, જાણો ફીચર્સ

ZTEએ Nubia M2 સ્માર્ટફોન લાઈનઅપમાં એક સ્માર્ટફોનને ઉમેર્યો છે. ચીનમાં કંપનીએ Nubia M2 Play સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. જોકે આ સ્માર્ટફોનની કિંમત અને ઉપલબ્ધતાની કોઈ જાણકારી સામે આવી નથી.

Nubia M2 Play, મેટલ બૉડી, કર્વ્ડ ગ્લાસ અને બેકમાં સિંગલ કેમેરા સેટઅપની સાથ Nubia M2 Lite જેવો દેખાય છે. તેના ફ્રન્ટ હોમ બટનમાં જ ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. જોકે Nubia M2માં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે.

ખાસ વાત કરીએ તો Nubia M2 Play એન્ડ્રોઈડ 7.0 નૂગટ પર ચાલે છે. તેમાં 5.5-ઇંચ HD (720×1280 પિક્સલ) LCD ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 3GB રેમ અને Adreno 505 GPUની સાથે ઓક્ટા કોર (4×1.4GHz અને 4×1.1GH2) સ્નેપડ્રેગન 435 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ મોબાઈલની ઇન્ટરનલ સ્ટોરેજ 32GBની છે, જેને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.

કેમેરાના સેક્શનની વાત કરી એ તો Nubia M2 Playના રિયરમાં f/2.2 અપર્ચર અને હાઈબ્રિડ ઓટોફોકસની સાથે 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે તેના ફ્રન્ટમાં f/2.4 અપર્ચર અને / 84 ડિગ્રી વાઈડ એંગલની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. M2 Playમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, Bluetooth, Wi-Fi 802.11 b/g/n/ac, GPS અને Glonass છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *