JNU ઘર્ષણ / સેમિસ્ટર રજિસ્ટ્રેશન પ્રોસેસ પર વિવાદ શરૂ થયો હતો, બે જૂથ ઝઘડ્યા; 50 બુકાનીધારીઓએ હિંસા શરૂ કરી

જેએનયુમાં નવા સેમિસ્ટર માટે રજિસ્ટ્રેશન પ્રોસેસનો રવિવારે છેલ્લો દિવસ હતો. આ દરમિયાન પ્રોસેસનું સમર્થન કરતા લોકો અને વિરોધ કરતાં લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સમર્થન કરતા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માંગતા હતા. જ્યારે હોસ્ટેલ ફી વધારવાના મુદ્દે 70 દિવસથી આંદોલન કરતા વિદ્યાર્થીઓ આ સેમિસ્ટર પ્રોસેસનો વિરોધ કરતાં હતા. કેમ્પસમાં હિંસા ફેલાયાના થોડી વાર પછી પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રુમમાં અંદાજે 100 ફોન આવ્યા હતા. તેમાં વિદ્યાર્થીઓ તેમનો જીવ બચાવવાની વાત કરતાં હતા પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળે તે પેલાં અંદાજે 50 બુકાનીધારીઓએ હિંસા ફેલાવીને જેએનયુથી જતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *