કારમી હાર બાદ ટીમ ઇન્ડિયાએ દેખાડી શાનદાર ખેલ ભાવના, ICCએ કરી સલામ

પાકિસ્તાન સામે ખરાબ હાર્યા બાદ ભારતનું સતત બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું સપનું રોળાઇ ગયું હતું. જોકે મેચ બાદ ભારતીય ટીમે કંકઇ એવું કર્યું હતું તેનાથી ટીમ ઇન્ડિયા માત્ર ભારતનું જ નહીં પાકિસ્તાની ફેનનું પણ દિલ જીતું લીધું હતું. પાકિસ્તાનની ટીમને ઍવૉર્ડ મળી રહ્યા હતા ત્યારે ભારતીય ખેલાડીઓ પણ ત્યાં જ ઉભા હતા અને તમામ પાકિસ્તાની ખેલાડીઓની સાથે હસી-મજાક કરી રહ્યાં હતા.

વાત એમ છે કે આઇસીસી એ એક વીડિયો ટ્વીટ કરી છે જેમાં પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમ્યાન પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકની સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને યુવરાજ સિંહ ઉભા છે. ICCએ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે ‘સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ’ (ખેલ ભાવના).

#SpiritOfCricket #CT17 — ICC (@ICC)

કોહલીએ પાકિસ્તાનના કર્યા વખાણ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રવિવારના રોજ મેચમાં કારમી હાર જોનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વિજેતા ટીમ પાકિસ્તાના વખાણ કર્યા હતા. કોહલીએ કહ્યું કે પાકિસ્તાન ટીમ કોઇને પણ હરાવી શકે છે. કોહલીએ મેચ પછી કહ્યું કે પાકિસ્તાની ટીમને અભિનંદન, તેની આ ટુર્નામેન્ટ શાનદાર રહી.

તેમણે જે રીતે વસ્તુઓ બદલી તે તેમની પાસ હાજર પ્રતિભાને દર્શાવે છે. તેમણે એક વખત ફરીથી સાબિત કર્યું કે તે પોતાતા દિવસે કોઇપણ ટીમને હરાવી શકે છે. અમારું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, પરંતુ મારા ચહેરા પર મુસ્કાન છે કારણ કે અમે ફાઇનલમાં સારું રમીને પહોંચ્યા. મને મારી ટીમ પર ગર્વ છે. શ્રેય પાકિસ્તાનને જાય છે, તેમણે અમને એકતરફી હરાવ્યા.

તૂટી ગયું ભારતનું સપનું
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવી પહેલી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ પોતાના નામે કર્યો છે. તેની સાથે જ ભારતનું ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આઇસીસીની ટુર્નામેન્ટ રમી રહેલ ટીમ ઇન્ડિયાની ફાઇનલ પહેલાંની સફર તો ખૂબ જ શાનદાર રહી, પરંતુ ફાઇનલમાં પ્રદર્શન ખરાબ રહ્યું.

પાકિસ્તાને ભારતને જીત માટે 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 30.3 ઓવરમાં 180 રન પર જ ઑલ આઉટ થઇ ગયું અને પાકિસ્તાનની ટીમે મેચ 180 રનથી પોતાના નામે કરી લીધી. ભારતની તરફથી હાર્દિક પંડ્યા (76) સિવાય કોઇ બેટસમેન ચાલ્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *