કાશ્મીરના નેતા મીરવાઈઝે પાકને પાઠવ્યા અભિનંદન, ગંભીરે આપ્યો સણસણતો જવાબ

કાશ્મીરના અલગાવવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે રવિવારે યોજાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જીતી જવા માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યાં હતા, તે પછી ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે તેમની મજાક ઉડાવતાં, તેમને બેગ પેક કરી, સરહદ પાક પાકિસ્તાન જતા રહેવાનું સૂચન કર્યું છે.

ગંભીરનો મીરવાઈઝને સણસણતો જવાબ

ગંભીરે ટ્વીટ કર્યું છે કે, “@MirwaizKashmir ને મારું સૂચન છે કે તેઓ શા માટે સરહદ પાર નથી જતા રહેતા? તમને વધુ સારા ફટાકડાઓ મળશે (ચાઇનીઝ?). ઇદની ઉજવણી ત્યાં કરો. હું તમને પેકિંગમાં મદદ કરી શકીશ.” ફારૂકે એ પહેલા ટ્વીટ કરી હતી, “ચારેબાજુ ફટાકડા ફૂટી રહ્યા છે. ઇદની ઉજવણી વહેલી શરૂ થઇ હોય એવું લાગી રહ્યું છે. જે ટીમ વધુ સારી હતી તે જીતી ગઇ. ટીમ પાકિસ્તાનને અભિનંદન.”

મીરવાઈઝે પાકને ફાઈનલની જીત માટે કહ્યું હતું ‘બેસ્ટ ઓફ લક’

થોડા દિવસ પહેલા જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ સામે સેમી-ફાઇનલ મેચ જીતી ગઇ હતી ત્યારે પણ મીરવાઇઝે પાકિસ્તાની ટીમ માટે ચીયર કર્યું હતું. ત્યારે તેમણે ટ્વીટ કર્યું હતું, “જ્યારે અમે તારાવીહ પૂરી કરી રહ્યા હતા ત્યારે અમને ચારેબાજુ ફટાકડાઓ ફૂટવાના અવાજ સંભળાયા. વેલ પ્લેય્ડ ટીમ પાકિસ્તા. ફાઇનલ મેચ માટે બેસ્ટ ઓફ લક!” તેમની આ ટ્વીટની ઘણા લોકોએ ટીકા કરી હતી, જેમાં રાજકીય નેતાઓનો પણ સમાવેશ થાય છે, જેઓએ મીડિયા અને લોકોને મીરવાઇઝ જેવા ‘એન્ટિ-નેશનલ’ લોકોની કમેન્ટ્સને અવગણી નાખવા જણાવ્યું હતું.

ભારતની કારમી હાર, ભારતીયોએ તોડ્યા ટીવી સેટ

આ દરમિયાન ઇન્ડિયન ક્રિકેટ ટીમના લોકો ભારતની હારને પચાવી શક્યા નથી અને ઉત્તરપ્રદેશના કાનપુરમાં અને ઉત્તરાખંડના હરિદ્વારમાં લોકોએ પોતાના ટીવી સેટ્સ તોડી નાંખ્યા છે અને પાકિસ્તાનની જીત સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. પાકિસ્તાનની ટીમે ગઇકાલની ફાઇનલ મેચમાં ભવ્ય પ્રદર્શન કર્યું હતું અને ભારતને 180 રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *