મોદીના `રાજકીય ગુરુ’ની ચિરવિદાય, રાજકારણની આપી હતી પ્રેરણા

રામકૃષ્ણ મઠ અને મિશનના વડા સ્વામી આત્માસ્થાનંદ મહારાજનો લાંબી બીમારી બાદ રવિવારે સાંજે દેહાંત થયો છે. તેઓ 99 વર્ષના હતાં. તેમણે કોલકાતાના રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં અંતિમ શ્વાસ લીધા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણમાં ઝંપલાવવા માટે તેમણે જ પ્રેરણા પૂરી પાડી હોવાનું કહેવાય છે.

The demise of Swami Atmasthananda ji is a personal loss for me. I lived with him during a very important period of my life. — Narendra Modi (@narendramodi)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે સ્વામી આત્માસ્થાનંદજી પાસે જ્ઞાનનો ભંડાર હતો. તેમના આદર્શ અને વ્યક્તિત્વને હવે પછીની અનેક પેઢીઓ યાદ રાખશે. સ્વામીજીનું નિધન માટે વ્યક્તિગત નુકસાન છે. મેં મારા જીવનનો સારો એવો ભાગ તેમની સાથે પસાર કર્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અવસાનના થોડા જ કલાક અગાઉ તેમને મળવા ગયા હતાં. મમતા બેનરજીએ પણ સ્વામીના નિધન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. યુવા વયે મોદી પ્રથમવાર બેલુર મઠ ગયા હતા ત્યારે તેમણે સ્વામીને કહ્યું હતું કે તેઓ સન્યાસી બનવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ સ્વામીએ મોદીની નાની વય હોવાથી આ માટે ના પાડી હતી. સ્વામીએ મોદીને કહ્યું હતું કે લોકો માટે કામ કરવા માટે તેમનું સર્જન થયું છે. ત્યારપછી મોદી તેમના ગુરુ આત્મસ્તાનંદ સાથે રાજકોટ આવ્યા હતા અને આરએસએસના સભ્ય બન્યા હતાં. પછી મોદીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

સ્વામી આત્મસ્થાનંદનો જન્મ 10 મે 1919માં ઢાકા પાસેના સબાજપુરમાં થયો હતો. તેઓ ત્રીજી જાન્યુઆરી 1941એ 22 વર્ષની વયે રામકૃષ્ણ મિશનમાં જોડાયા હતાં. આ અગાઉ તેમણે સ્વામી જ્ઞાનાનંદ પાસેથી આધ્યાત્મિક દીક્ષા લીધી હતી. બેલૂર મઠના તે સમયના ચેરમેન સ્વામી વીરજાનંદે 1945માં તેમને બહ્રચર્યનું પાલન કરવાની શીખામણ આપી હતી. 1949માં તેમણે સન્યાસ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારપછી તેમનું નામ આત્મસ્થાનંદ પડ્યું હતું. તેઓ ત્રીજી ડિસેમ્બર 2007માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણમિશનના 15માં ચેરમેન બન્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *