મોટોરોલાએ ભારતમાં લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન Moto C Plus, જાણો કિંમત અને ફિચર્સ

મોટોરોલાએ આજે એટલે કે, 19 જૂને Moto C Plus સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. મોટોરોલાનો આ સ્માર્ટફોનનું વેચાણ 20 જૂનથી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવામાં આવશે. તે ઉપરાંત ફ્લિપકાર્ટ પર 24-26 જૂન સુધી ચાલનારા ફેશન સેલમાં ગ્રાહકોને આ બજેટ સ્માર્ટફોન પર 20% ડિસકાઉન્ટ મળશે.

મોટોરોલાએ આ સ્માર્ટફોનને 2 અલગ-અલગ વેરિયન્ટસમાં લોન્ચ કર્યો છે. Moto C Plusને 3 અલગ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ મૉડલના લોન્ચ માટે સોશ્યલ મીડિયા પર #yesitisthatcool નો ઉપયોગ કર્યો છે.

Moto C Plusના ફિચર્સ

Moto C Plusમાં 5 ઇંચ HD ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 1GB/2GB RAM અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. ઇન્ટરનલ મેમરીની માઇક્રો એસડી કાર્ડની મદદથી 32GB સુધી વધારી શકાશે. આ સ્માર્ટફોનમાં quad-core MediaTek MT6737 પ્રોસેસર છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 Nougat પર કામ કરશે.

ફોનમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જ્યારે વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે ફોનમાં 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે ફોનમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે. કનક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 4.2,GPS અને માઇક્રો USB પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *