ન્યૂયોર્કમાં 17 વર્ષ સુધી લગ્નનું વિચારતા જ નહીં

અમેરિકામાં સૌથી વધુ વસતિ ધરાવતાં ચોથા રાજ્ય ન્યૂયોર્કમાં અગાઉ 14 વર્ષની વય સુધીમાં થતા લગ્નને ગેરકાયદેસર જાહેર કરતા કાયદામાં સુધારો કરાયો છે. રાજ્યના ડેમોક્રેટિક ગવર્નર એન્ડ્રૂ ક્યુમોએ ગઈ કાલે સુધારેલા કાયદા પર સહી કરી હતી. સુધારેલા કાયદામાં ગેરકાયદેસરના લગ્ન માટેની વયમર્યાદા 14થી વધારી 17 વર્ષ કરાઈ છે એટલે કે 17 વર્ષની વય સુધીમાં કરાયેલા ગેરકાયદેસર ગણાશે.

આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે 17 વર્ષની વયે લગ્ન કરવા માગતા યુવકે તેના માતા-પિતા અને ન્યાયધીશની મંજૂરી લેવાની રહેશે. આ અંગેની જાહેરાતમાં ગવર્નરે જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા તથા બળજબરીથી થતાં લગ્નો રોકવાની દિશામાં આ મહત્વનું પગલું છે. ન્યૂયોર્કમાં બાળવિવાહનો અંત લાવતાં આ કાયદા પર હસ્તાક્ષર મારા માટે ગર્વની વાત છે.

હવે કાયદા પ્રમાણે 17 વર્ષથી ઓછી વયના લગ્ન પર પ્રતિબંધ મુકી દેવાયો છે. 17 વર્ષથી ઓછી વયના લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર કિશોરેને પરવાનગી આપતાં ન્યાયધીશે કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની રહેશે. ન્યાયધીશે જોવું પડશે કે કિશોરના લગ્ન તેની ઈચ્છાથી વિપરિત કરાઈ રહ્યા છે કે કેમ તથા આ લગ્નથી તેની માનસિક સ્થિતિ અથવા શારીરિક કે ભાવનાત્મક આરોગ્ય જોખમમાં આવી પડશે કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *