ફિલિપિન્સમાં આંતકીઓ બાળકોના બન્યા વેરી, બનાવ્યા બંધક

ફિલિપિન્સના દક્ષિણમાં પિગકાવાયન શહેરમાં કેટલાક બંદૂકધારીઓએ શાળા પર ત્રાટકીને બાળકોને બાનમાં લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર બંદૂકધારી હુમલાખોર આતંકવાદી સંગઠન બંગસામોરો ઈસ્લામિક ફ્રીડમ ફાઈટર્સ (બીઆઈએફએફ) સાથે સંકળાયેલા છે.

ચીફ ઈન્સ્પેકટર રેલાન મામને જણાવ્યું હતું કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. બંધકોની સંખ્યા કેટલી છે તે જાણવા મળ્યું નથી.

ચીફ ઈન્સ્પેકટરે વધુમાં જણાવ્યું હતું કે હુમલાખોરોએ શાળા પર કબજો જમાવ્યો હોવાની તથા અનેક લોકોને બાનમાં લીધા હોવાની વાતને અમે સમર્થન આપીએ છીએ. શાળામાં કુલ કેટલા બંધક છે તે જાણવાનો હાલમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. શહેરના મેયરે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની જાણકારી હજુસુધી મળી નથી.

પિકગાવાયન શહેર મિંડનાઓ દ્વિપમાં આવેલું છે. ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ ગયા મહિને મરાવી શહેર પર આતંકવાદીઓએ કબજો જમાવ્યો હતો.ત્યારપછી રાષ્ટ્ર પ્રમુખ દુતેર્તેએ કટોકટીની જાહેરાત કરી હતી. ત્યારથી જ રાજ્યમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણો જારી છે. મરાવી અને પિગકાવાયન વચ્ચે 190 કિલોમીટરનું અંતર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *