પીએમ મોદીએ રાવણદહન કરીને કહ્યું, આપણે પણ રામની જેમ સંકલ્પ લઈએ

સમગ્ર દેશમાં બુરાઈ પર સત્યની જીતનો તહેવાર વિજયાદશમી ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. દેશમાં દશેરાના દિવસે રાવણના પૂતળાના દહનનું આયોજન કરવામાં આવે છે. દેશની રાજધાની દિલ્હીમાં સુભાષ પાર્કમાં ધાર્મિક રામલીલા કમિટી તરફથી રાવણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાવણ દહન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ પહોંચ્યા હતા.

Aise utsav se sirf manoranjan nahi koi maksad banna chahiye, kuch kar guzarne ka sankalp banna chahiye: PM Modi 

મોદીએ દશેરા પર આપ્યો આ મેસેજ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઉત્સવ એક પ્રકારે સામાજિક શિક્ષાનું માધ્યમ છે. આપણા દરેક તહેવારની સાથે સમાજને સામૂહિકતાની તરફ લઈ જવું, એ આપણા તહેવારોની પરંપરા છે. હજારો વર્ષો થઈ ગયા છે, પણ પ્રભુ શ્રીરામ, શ્રીકૃષ્ણાની ગાથાઓ આજે પણ નવચેતના આપતી રહે છે. આવા ઉત્સવથી માત્ર મનોરંજનનો હેતુ ન હોવો જોઈએ, કંઈક કરી છૂટવાનો સંકલ્પ કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, વિજયાદશમી પર ભગવાન રામની જેમ સંકલ્પ લઈને વર્ષ 2022 સુધી દેશને સકારાત્મક સહયોગ આપીએ.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, પ્રભુ રામના આદર્શોને આચરણમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સાથે જ તેમણે ભગવાન રામ સાથે જોડાયેલ એક પ્રસંગ પણ કહ્યો હતો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે એક રસપ્રદ વાત કરી હતી કે, જે સમયે રામ સેતુનું નિર્માણ ચાલી રહ્યું હતું. હનુમાનજીના નેતૃત્વમાં સૌ સહયોગી લાગ્યા હતા. તે સમયે ત્યાં કેટલીક ખિસકોલીઓ પ્રભુ રામ પાસે આવી હતી અને કહ્યું કે, સેતુના નિર્માણ કાર્ય રાષ્ટ્રનું નિર્માણ કાર્ય છે. તેથી અમે પણ યોગદાન આપવા માંગીએ છીએ. પ્રભુ રામ પ્રસન્ન થયા અને અનુમતિ આપી.

સુભાષ પાર્કમાં પહોંચેલા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તથા અન્ય મહેમાનોએ પરંપરા અનુસાર પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન દિલ્હીમાં રાવણ દહન કરે છે, પરંતુ આ વખતે આ કાર્યક્રમ સુભાષ પાર્કમાં આયોજિત કરાયો હતો. આ પહેલા આ કાર્યક્રમ રામલીલા મેદાનમાં આયોજિત થતો હતો.

પોતાના સંબોધન બાદ વડાપ્રધાને પ્રતિકરૂપે રાવણ પર બાણ ચલાવ્યું હતું અને બુરાઈના પ્રતીકનું દહન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટના અધ્યક્ષ અમિત શાહે રામલીલા મેદાનમાં ચાલી રહેલી રામલીલામાં ભાગ લીધો હતો અને રાવણ દહનું કર્યું હતું. આ પ્રસંગે બોલિવુડ અભિનેતા જ્હોન અબ્રાહમ પણ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *