રાઇસ-રોટીને હેલ્ધી બનાવવા ફોલો કરો આ ટિપ્સ

રાઇસ ખાવાની અનેક લોકોને મજા પડતી હોય છે. આમ, જો તમે પણ ભાત ખાવાના શોખીન છો તો તમારે આ વસ્તુઓનું હંમેશ માટે ધ્યાન રાખવુ જોઇએ.

  • અનપોલિશ્ડ, બ્રાઉન કે બોઇલ્ડ રાઇસ વાપરવા. જેની ઉપરનું આવરણ પોલિશ થઈ ગયું હોય એવા ચમકતા દાણાવાળા ચોખા દેખાવમાં સારા, સ્વાસ્થ્યમાં નહીં.
  • ભાત ખાતા હોવ તો સાથે સેલડ અને શાકભાજી પણ પૂરતી માત્રામાં લેવાં. બને તો ભાતની રેસિપીમાં જ વેજિટેબલ્સનો વધુ ઉપયોગ કરવો.
  • રાઇસની વાનગી પચવામાં મુશ્કેલી થતી હોય તો એના પર ત્રિકટુ એટલે કે સૂંઠ, લીંડીપીપર અને કાળાં મરીનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ છાંટીને લેવું.

રોટી હેલ્ધી બનાવવા શું?

  • તૈયાર લોટ લાવવાને બદલે ઘરે અથવા ઘંટીમાં લોટ દળાવવો. મેંદા જેવો લિસ્સો નહીં પણ કરકરો લોટ દળાવવો. આ ઉપરાંત થૂલું ચાળીને ફેંકી દેવું નહીં. એમાં અન્ય ધાન્યોનું મિશ્રણ કરવું. જેમ કે સોયબીન, નાચણી, બાજરી, જુવાર એમ ધાન્યોમાં વરાઇટી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *