સાઉદીમાં પણ સત્તાની સાઠમારી, રાજાએ પુત્રને બનાવ્યો વારસદાર, ભત્રીજાને લાત મારી

સાઉદીના રાજા સલમાને તેમના ભત્રીજા મોહમ્મદ બિન નાયેફની હકાલપટ્ટી કરી મોહમ્મદ બિન સલમાનને વારસદાર જાહેર કર્યો છે. રાજા સલમાનના નિધન પછી હવે પ્રિન્સ મોહમ્મદ સાઉદી અરબના રાજા બનશે.

આ અગાઉ 57 વર્ષના ક્રાઉન પ્રિન્સ નાયેફની સત્તા અને અધિકારમાં સતત કાપ મુકાયો હતો. નાયેફને 2015 એપ્રિલમાં જ ક્રાઉન પ્રિન્સ જાહેર કરાયા હતાં. આ બાજુ રાજા સલમાન પણ નાયેફ પાસેથી ક્રમશ સત્તા આંચકી તેમના પુત્ર મોહમ્મદને સત્તાની નજીક લઈ જઈ રહ્યા હતાં. તેમણે જ નાયેફના દરબારનું વિસર્જન કર્યું હતું અને તેનો સમાવેશ તેમની કોર્ટમાં કર્યો હતો. આને લીધે પણ નાયેફની સત્તામાં સારા એવા પ્રમાણમાં ઘટાડો થયો હતો.

2016માં એક જેહાદીએ નાયેફની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 2016ના આરંભમાં તેઓ લાંબા સમય સુધી પરિવાર સાથે અલ્જિરિયામાં રહ્યા હતાં. તેમની ગેરહાજરીથી એવી અટકળો થતી હતી કે તેઓ તેમના ભાઈ સાથે સંઘર્ષ ટાળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *