તમારા ટૂ-વ્હીલર્સની એવરેજ વધારવી હોય તો અપનાવો સરળ SIX ટિપ્સ

ભારતમાં ટૂ-વ્હીલર વાહનની સંખ્યામાં દિવસો-દિવસ વધારો થઈ રહ્યો છે. મોંઘવારી વધવાના કારણે પ્રેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, અને તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. ઘણીવાર આપણી નાની-નાની ભૂલોના કારણે આપણી બાઈકની એવરેજ ઘટી જતી હોય છે. ઓટો એક્સપર્ટ પ્રમાણે તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને પોતાની બાઈકની એવરેજ વધારી શકો છો.

આ છે સરળ ટિપ્સ

1. બાઈક કે એક્ટિવા ચલાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવું કે, તમારે બાઈકને સતત એક જ સ્પીડથી ચલાવવી જોઈએ. સ્પીડને મેન્ટેન રાખવાથી ગાડીની એવરેજમાં ફરક પડે છે.

2. બાઈકની એવરેજ વધારવા માટે સમયસર એન્જિન ઓઈલ બદલતા રહેવું જોઈએ. તે ઉપરાંત સર્વિસ પણ કરાવતા રહેવું જોઈએ. ટાઈમસર ઓઈલિંગ અને સર્વિસથી પણ એવરેજમાં સારો એવો ફરક પડે છે.

3. ગાડી ચલાવતી સમયે ટોપ ગિયરમાંથી અચાનક લોયર ગિયરમાં આવવું જોઈએ નહી, આનાથી એફિશિએન્સી પર નેગેટિવ અસર પડે છે. તે ઉપરાંત કારણ વગર બ્રેક અને ક્લચનો ઉપયોગ કરવો નહી.

4. બાઈક ચલાવતી વખતે ક્લચને દબાયેલી રાખવી જોઈએ નહી. ક્લચનો ઉપયોગ બાઈકને ઉભી રાખતા સમયે જ કરવો જોઈએ. વારંવાર ક્લચ દબાવવાથી બાઈકની એવરેજ ઘટી જાય છે.

5. બાઈક ચલાવતી વખતે બ્રેક પેન્ડલને દબાવી રાખવી જોઈએ નહી. બ્રેક ટચ બાઈક ચલાવાથી માઈલેજ પર નેગેટિવ અસર પડે છે.

6. બાઈકને જો ટ્રાફિક સિગ્નલ પર ઉભી રાખવી પડે અને જો રેડ લાઈટ 30 સેકન્ડથી વધારે સમય માટે હોય તો બાઈકના એન્જિનને ઓફ કરી દેવું જોઈએ. તે ઉપરાંત દર અઠવાડિયે ટાયરના એર પ્રેશરને ચેક કરતાં રહેવું જોઈએ અને તેને મેન્ટેન રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *