ટૂથપેસ્ટના ‘આવા’ હટકે ઉપયોગો જાણીને તમને પણ લાગશે નવાઇ

પ્રત્યેક વ્યકિતનાં દિવસની શરૂઆત ટૂથપેસ્ટથી થતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આના સિવાય પણ ટૂથેપેસ્ટનો પ્રયોગ કરી શકાય છે. તો જાણી લો તમે પણ ટૂથપેસ્ટના આ અલગ-અલગ ઉપયોગો વિશે…

  1. બરૈયા અથવા મધમાખી કરડી જાય ત્યારે દર્દમાંથી રાહત મેળવવા માટે ટૂથપેસ્ટ લગાઓ તેનાથી સોજો અને બળતરાની પીડાને ઓછી કરી શકાય છે.
  2. કપડા પર લાગેલાં જિદ્દી ડાઘથી છૂટકારો મેળવવા માટે ડાઘની ઉપર ટૂથપેસ્ટ લગાવીને 10 મિનિટ માટે છોડી દો અને પછી સ્વચ્છ પાણીથી સાફ કરો. આમ કરવાથી ગમે તેવાં જિદ્દી ડાઘ પણ નીકળી જશે અને કપડા સાફ થઇ જશે.
  3. જૂતા ચમકાવવા માટે ટૂથપેસ્ટ લગાવીને બ્રશથી સાફ કરો અને પછી ફરીથી તેને સાફ કરો. રબરની સ્લિપર પર થોડીક ટૂથપેસ્ટ લગાવીને મુલાયમ કપડાંથી ઘસો અને ફરી ભીનાં કપડાથી લુછી કાઢો.આપની સ્લીપર પણ ચમકી ઉઠશે.
  4. ચાંદીનાં વાસણો અથવા સામાનને ચમકાવવા માટે ટૂથપેસ્ટથી સાફ કરો.
  5. ડાયમંડના ઘરેણાને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો વપરાશ કરી શકો છો.
  6. ગ્લાસીસ અને સ્વિમીંગના ચશ્મા ચકચકિત સાફ કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *