વિશ્વમાં 75 ટકા વસતિ લૂની લ્હાઈમાં તડપશે

જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિગને કારણે વિશ્વની 75 ટકા વસતિ ભયાનકમાં લીમાં સેકાતી રહેશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ચાલુ જ રહેશે તો અનેક લોકોને જીવન મોત સામે બાથ ભીડવી પડશે.
વિશ્વમાં1980થી અત્યાર સુધી 1,900 જૂદા જૂદા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ગરમી અને તાપને કારણે મૃત્યુ પામ્યા છે. 2010માં મોસ્કોમાં 10,800 લોકો મૃત્યુ પામ્યા હતાં. 2003માં પેરીસમાં ગરમી અને તાપને લીધે 4,900 જણાં મોતને ભેટ્યાં હતાં. આ જ કારણે 1995માં શિકાગોમાં 740 જણાંના મોત નિપજ્યા હતાં.

સંશોધનકર્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે 2000માં વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો 20 કે તેથી વધારે દિવસ ભયાનક ગરમીને લીધે જીવલેણ સ્થિતિમાં પસાર થયા હતાં. કાર્બન ઉત્સર્જન આ રીતે જારી રહેશે તો વિશ્વના 74 ટકા લોકોને વધતા જતાં તાપમાનને કારણે ભારે ગંભીર સ્થિતિમાંથી પસાર થવું પડશે.
ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના તમામ પ્રયાસો છતાં વિશ્વની 47 ટકા કરતાં વધારે વસતિ 2100 સુધીમાં જીવલેણનો ભોગ બનશે. અભ્યાસમાં વધુમાં જણાવ્યું હતું કે કુદરતી કારણો કરતાં માનવસર્જિત પ્રવૃતિઓને લીધે વિશ્વનું તાપમાન 170 ગણી વધારે ઝડપથી ગરમ થાય છે.
શરીર 37 ડિગ્રી તાપમાન સહન કરી છે તેના કરતાં વધારે તાપમાન જીવલેણ સાબિત થઈ શકે છે. ગરમ હવા શરીર માટે ભારે ખતરનાક હોય છે

One thought on “વિશ્વમાં 75 ટકા વસતિ લૂની લ્હાઈમાં તડપશે

  1. I must say you have very interesting content here. Your posts can go viral.
    You need initial traffic only. How to get massive traffic?
    Search for; Murgrabia’s tools go viral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *